સુરત : જ્યોગ્રાફિક ઈન્ડેક્સ(જીઆઇ)ને કારણે પ્રોડક્ટને એક સ્વતંત્ર ઓળખ મળે છે.જે બ્રાન્ડ બનતાં સારાં ભાવ મળવાનું શરૃ થાય છે.સુરતની જરી જીઆઈ અંતર્ગત રજીસ્ટર થઇ છે.હવે સુરતની જરીનું નામ આપીને બીજા કોઈ આને વેચી શકે નહીં.પ્રોટેક્શન મળશે.જીઆઈ અંતર્ગત ઘણી પ્રોડક્ટ રજીસ્ટર થઇ છે.છેલ્લાં 10 વર્ષમાં ભારત સરકાર દ્વારા આમાં ઘણી ગતિ આવી છે.આખા દેશમાં 417 પ્રોડક્ટ જીઆઈ અંતર્ગત રજીસ્ટર થઇ છે,એમાંથી 231 યુનિક ટેક્સટાઇલની છે એમ અજીત ચૌહાણે ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાયેલા કાર્યક્રમમાં માહિતી આપતા જણાવ્યું હતું.
ટેકસટાઇલ મંત્રાલયની કમિટી જીઆઈ માટેની લીગલ પ્રક્રિયા હાથ ધરે છે.અત્યાર સુધીમાં 69 પ્રોડક્ટ કમિટી દ્વારા રજીસ્ટર કરવામાં આવી છે.જીઆઈ રજિસ્ટ્રેશનના ફાયદાઓ વિશે ઉપસ્થિત જરીના ઉત્પાદકોને માહિતી આપવામાં આવી હતી.જરીમાં સુરતનું નામ છે.પરંતુ જીઆઈ રજીસ્ટ્રેશનને કારણે પ્રોડક્ટ સુરક્ષિત બને છે અને સુરતના જરીના નામે કોઈ વેચી કે બનાવી શકતું નથી.જીઆઈ રજીસ્ટ્રેશન હેઠળ માત્ર દેશમાં જ પ્રોડક્ટ સુરક્ષિત રહે છે,એવું નથી વિદેશમાં પણ આને સુરક્ષિત કરી શકાય છે.ખુબ જ જાણીતા બાસમતી રાઈસ જીઆઇ અંતર્ગત રજીસ્ટર થઇ છે.આ મુદ્દે દાખલો આપીને જણાવ્યું કે,બાસમતી રાઈસના સીડ્સ અમેરિકા લઈ જઈને પ્રોડક્ટ વેચવામાં આવી હતી.પરંતુ આને પડકારવામાં આવતા બાસમતી તરીકેની ઓળખ દૂર કરવી પડી.જોકે પછી વેચવા માટે નામ કાસમતી કરવું પડયું,એ પણ હકીકત છે.સુરતની જરી જીઆઈ અંતર્ગત રજીસ્ટર થઇ હોવાથી હવે બનારસ કે વિદેશમાં આનું ઇમિટેશન થઈ શકશે નહીં.ચેમ્બર ઓફ કોમર્સમાં જીઆઈ રજીસ્ટર કરાવનારા 18 જરી ઉત્પાદકોને ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશના હસ્તે જીઆઈ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં.