ડાંગ : વન અધિકાર અધિનિયમ હેઠળના પડતર દાવાઓ વાળી જમીનનો, જ્યાં સુધી અંતિમ નિકાલ ન આવે ત્યાં સુધી,વન વિભાગ તેનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરવાની રજૂઆત કરતા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે,જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિના બેઠકમા ગ્રામજનો સાથે વન અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેનુ ઘર્ષણ ટાળવા માટે તેઓ કોઈ ગેરવર્તણુંક ન કરે તે જરૂરી છે તેમ જણાવ્યુ હતુ ઉનાળાની સિઝનને ધ્યાને લઈ જિલ્લાના માછળી ગામે વાસ્મો દ્વારા તૈયાર કરાયેલી યોજનાનો લાભ, સત્વરે ગ્રામજનોને મળી રહે તે માટે ત્વરિત વીજ જોડાણની આવશ્યકતા ઉપર ભાર મુક્તા ધારાસભ્યશ્રીએ,પાણીની સમસ્યાના નિવારણ અર્થે કૂવા સાથે બોરની પણ સુવિધા મળી રહે તે ઇચ્છનિય છે તેમ જણાવ્યુ હતુ.સરકારી સ્કૂલોના ખાનગીકરણની ઉઠેલી ચર્ચા બાબતે ધારાસભ્યશ્રીએ, સંબંધિત સરકારી શાળાઓનું ખાનગીકરણ રોકવા સહિત આયોજન મંડળ,અને TASPની બચત ગ્રાન્ટ, વિકાસ કામો બાબતે પણ જરૂરી ચર્ચા કરી હતી.કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ ધારાસભ્યશ્રીની રજૂઆત સંદર્ભે, સંબંધિત વિભાગોને યોગ્ય સૂચન,સમસ્યાના સમાધાન અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હત.દરમિયાન કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ ડાંગ જિલ્લામા મૉટે ભાગે શ્રમિક પરિવારો વસવાટ કરતા હોઈ, તમામ શ્રમિકોને ઇ શ્રમ કાર્ડ વેળાસર તૈયાર થઈ જાય તે દિશામા કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.જિલ્લા સેવા સદન-આહવાના સભાખંડમા યોજાયેલ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકના બીજા દૌરમા બાકી ઓડિટ પેરા,સરકારી લેણાની બાકી વસૂલાત,પેન્શન કેસ,બાકી તુમારો,નાગરિક અધિકાર પત્ર તથા માહિતી અધિકાર અધિનિયમની પડતર અરજીઓ જેવા મુદ્દે પણ સમીક્ષા હાથ ધરવામા આવી હતી.બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એ.ગાવીતે બેઠકની કાર્યવાહી સાંભળી હતી.