ન્યૂયોર્ક : 15 જુન,2022,બુધવાર : જળવાયુ પરીવર્તનની અસર સમુદ્રી ગાય તરીકે ઓળખાતા મનાટી જેવા જીવોને થઇ રહી છે.જો કે સમુદ્રી ગાયોને દરિયાઇ જહાજોના પ્રોપેલરથી ખતરો સૌથી વધારે છે.ભારે કાયા ધરાવતી સમુદ્રી ગાયો કલાકમાં માંડ ૪ થી ૫ કિમી અંતર કાપતી હોવાથી સ્પીડમાં આવતા જહાજ નીચેના ફરતા પ્રોપેલરમાં આવીને મુત્યુ પામે છે.દરિયામાં જહાજોની સંખ્યા વધી હોવાથી સમુદ્રી ગાયો પણ ઘાયલ થઇ રહી છે.
આ સમુદ્રી ગાયનું વજન ૧૮૦ થી ૨૦૦ કિલો અને લંબાઇ ૨.૫ થી ૩ મીટર હોય છે.તેની શરીર રચના લંબગોળ હોવાથી તરવામાં સરળતા રહે છે.તે મેનગુ્વ જેવી સમુદ્રી વનસ્પતિઓને પોતાના માસલદાર મોં વડે તોડીને ખાય છે.તે પોતાના વજન કરતા પણ ૧૦ ગણો ખોરાક લે છે.આ સમુદ્રી ગાયને રોજ ૬ થી ૭ કલાક સમય ચરવામાં લાગે છે.સમુદ્રી સપાટીથી વધુ ઉંડાઇએ તરતો આ જીવ શ્વાસ લેવા માટે વારંવાર સપાટી પર આવે છે.૧૫ ડિગ્રી કે તેનાથી વધુ તાપમાન વધુ અનુકુળ આવે છે.સમુદ્રી ગાય ખૂબજ શરમાળ પ્રાણી છે તે જલદી માણસની નજીક આવતું નથી.અત્યંત ખતરો ના હોય ત્યાં સુધી દરિયાકાંઠાની નજીક આવવાનું ટાળે છે.જયાં ખૂબજ ઓછા સમુદ્રી જીવો રહેતા હોય દુગર્મ સ્થળે રહે છે.
ભારતમાં મન્નારની ખાડી ઉપરાંત મલબાર અને આંદામાનમાં જોવા મળતી હતી.દુનિયામાં મડાગાસ્કરથી માંડીને ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વી તટો સુધી આ સમુદ્રી ગાય મળી આવે છે.આ દરિયાઇ જીવની વસ્તી ૩૦૦૦ જેટલી હોવાનું માનવામાં આવે છે.સેન્ટ્રલ અમેરિકામાં ૨૦ મીલીયન વર્ષ જુનું સી કાઉનું ફોસિલ મળી આવ્યું હતું આથી આ પ્રાણીનું સમુદ્રમાં સદીઓથી અસ્તિત્વ છે.2017માં થાઇલેન્ડમાં સી કાઉ મળી આવી હતી તેનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.મરિહમ નામની આ ગાયને સાત મહિના સુધી ખોરાકમાં વિવિધ પ્રકારનું સમુદ્રી ઘાસ અને દૂધ આપવામાં આવતું હતું તેમ છતાં તેને બચાવી શકાઇ ન હતી.જમીન પરની ગાયોની જેમ દરિયામાં રહેતી ગાયો પણ ખતરો છે.