નવી દિલ્હી,તા.8.મે.2020
-દેશની રાજધાની દિલ્હીમાં લાખ પ્રયાસો પછી પણ કોરોનાનુ સંક્રમણ રોકાઈ રહ્યુ નથી.
દિલ્હીમાં ચોંકાવનારી વાત એ છે કે,કોરોના વોરિયર્સ પણ તેની ચપેટમાં આવી રહ્યા છે.હવે મળતા અહેવાલો પ્રમાણે એમ્બ્યુલન્સ સર્વિસના 45 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 6000 પર પહોંચવાના આરે છે.છેલ્લા 6 દિવસમાં જ 2000 લોકો કોરોનિાની ચપેટમાં આવી ચુક્યા છે.દિલ્હીમાં કેસ ડબલ થવાની ગતિ પણ વધી ગઈ છે.જોકે આમ છતા કેજરીવાલનુ મનવુ છે કે, દિલ્હીવાસીઓએ કોરોના સાથે લડવાનુ અને કોરોના વચ્ચે જીવવાની ટેવ પાડવી પડશે.ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસના 100 જેટલા કર્મીઓ પણ કોરોના પોઝિટિવ છે.આ પૈકી 20 સાજા થઈને ફરી ડ્યુટી કરવા માંડ્યા છે.