By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બાયોકોન દ્વારા લાંચ આપવાના કેસમાં જોઇન્ટ ડ્રગ કન્ટ્રોલર સહિત પાંચની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બાયોકોન દ્વારા લાંચ આપવાના કેસમાં જોઇન્ટ ડ્રગ કન્ટ્રોલર સહિત પાંચની ધરપકડ
GeneralNational

બાયોકોન દ્વારા લાંચ આપવાના કેસમાં જોઇન્ટ ડ્રગ કન્ટ્રોલર સહિત પાંચની ધરપકડ

HM News
Last updated: 22/06/2022 7:36 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : સીબીઆઇએ જોઇન્ટ ડ્રગ્સ કન્ટ્રોલર ઇશ્વર રેડ્ડીને બાયોકોન બાયોલોજિક્સની ઇન્સ્યુલિન દવાના પરીક્ષણને માફ કરવાને માફ કરવા માટે કથિત રીતે ચાર લાખ રૃપિયાની લાંચ લેવાન આરોપમાં ધરપકડ કરી છે.આ કેસમાં સીબીઆઇએ બાયોકોન બાયોલિજક્સના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ એલ પ્રવીણ કુમારની પણ ધરપકડ કરી છે.અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે રેડ્ડી પર ઇન્સ્યુલીન એસ્પાર્ટ ઇન્જેક્શનના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાંથી મુક્તિ મેળવવા માટે લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ દવા ટાઇપ-૧ અને ટાઇપ-૨ ડાયાબિટિસને અંકુશમાં લેવા માટે વપરાતી દવા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઇએ સિનર્જી નેટવર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર દિનેશ દુઆની ધરપકડ કરી છે.દિનેશ દુઆએ જ રેડ્ડીને ચાર લાખ રૃપિયાની લાંચ આપી હતી.આ ઉપરાંત આ કેસમાં બાયોકોન બાયોલોજિક્સના ગુલજિત સેઠી અને આસિસ્ટન્ટ ડ્રગ ઇન્સ્પેક્ટર અનિમેશ કુમારની પણ ધરપકડ કરી છે.બાયોકોન બાયોલિજિક્સ કિરણ મજમૂદાર શોના નેતૃત્ત્વવાળી બાયોકોનની સહાયક કંપની છે.જો કે કંપનીએ આ તમામ આરોપોથી ઇનકાર કર્યો છે.સીબીઆઇએ દરોડા દરમિયાન રેડ્ડી અને દુઆની એ સમયે ધરપકડ કરી હતી જ્યારે બંને વચ્ચે લાંચની લેવડદેવડ થઇ રહી હતી.સીબીઆઇએ બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડ,બેંગાલુરુના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ એલ પ્રવીણ કુમાર અને દિલ્હી સ્થિત બાયોઇનોવેટ રિસર્ચ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના ગુલજિત સેઠી સામે પણ કેસ દાખલ કર્યો છે.

સુરતમા સ્પાની આડમાં ધમધમતુ કુટણખાનું ઝડપાયું, થાઈલેન્ડની છ મહિલાઓને મુક્ત કરાવાઇ : જુઓ VIDEO
લેન્ડ-ડેમોગ્રાફી જેહાદ : કટ્ટરપંથીઓએ મુંબઈના ભીંડી બજારમાંથી એક હિંદુ છોકરીને તેનું ઘર છોડવા મજબૂર કરી, શું આ હિંદુ હોવાની સજા છે?
નમસ્તે ટ્રમ્પ : ગુજરાતના આકાશમાં પહેલીવાર ચાર અમેરિકન ચોપર ઉડશે
ઉમરગામમાં ‘નિસર્ગ’ વાવાઝોડાને લઇ હાઈ એલર્ટ, 6 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
નાવિકોને વેક્સિનેશનમાં આપો પ્રાથમિકતા, નહીં તો જશે હજારો નોકરીઓ : નેશનલ શિપિંગ બોર્ડ
Share This Article
Facebook Email Print
Previous Article નકલી ક્રિપ્ટો એક્સચેન્જથી ભારતીય રોકાણકારોને રૂ. ૧,૦૦૦ કરોડનો ચૂનો
Next Article પાક.માં બાળકનું માથુ કાપી હિન્દૂ મહિલાના ગર્ભાશયમાં જ છોડી દેવાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up