નવી દિલ્હી, તા. ૧ર : ડેનમાર્કની એક સંસ્થાએ ભારતનાં આઠ સમુદ્ર કિનારાની સલામતી,સ્વચ્છતા,અને જાગરૂકતા માટે બ્લૂ ફ્લેગનું પ્રમાણપત્ર જાહેર કર્યું છે.જેમાં ગુજરાત, કેરલ અને કર્ણાટકનાં સમુદ્ર કિનારા શામેલ છે કે જેને બ્લૂ ફ્લેગ પ્રાપ્ત થયુ છે.જણાવી દઈએ કે બે વર્ષમાં આઠ બ્લૂ ફ્લેગ પ્રાપ્ત કરનાર આપણો દેશ ભારત એશિયાનો પ્રથમ દેશ છે.પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે તેને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી.કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી રવિવારે આ તમામ સમુદ્રતટોને બ્લૂ ફ્લેગ મળવાની ઘોષણા કરી હતી.આ સાથે ભારત વિશ્વનાં એવા ૫૦ દેશોમાં સામેલ થયો છે જેમની પાસે બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત થનાર સ્વચ્છ સમુદ્રતટ છે.વધુમાં ભારતને સમુદ્ર કિનારાઓ પર પ્રદુષણ નિયંત્રણ માટે ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેકિટસ હેઠળ ત્રીજા એવોર્ડ તરીકે પણ પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતમાં શિવરાજપુર,દીવમાં દ્યોદ્યલા,કર્ણાટકના કાસારકોડ અને પદુબદ્રી,કેરળના કપ્પાડ,આંધ્રપ્રદેશ ના રૂશીકોંડા, ઓડિશામાં ગોલ્ડન અને અંદમાન નિકોબારમાં રાધનગર બીચને બ્લુ ફ્લેગ મળ્યો છે.૧૮ સપ્ટેમ્બરના રોજ,સરકારે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ઇકો-લેબલ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ માટે આઠ બીચ માટે એક પ્રસ્તાવ મોકલ્યો હતો.બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ડેનમાર્ક સંસ્થા દ્વારા આપવામાં આવે છે.આ માટે,આકારણી ચાર મોટા પરિમાણોના આધારે કરવામાં આવે છે.આમાં પર્યાવરણીય શિક્ષણ અને માહિતી,નહાવાના પાણીની ગુણવત્ત્।ા,પર્યાવરણીય સંચાલન અને સંરક્ષણ,દરિયાકિનારા પર સુરક્ષા અને સેવા શામેલ છે.
મંત્રાલયે કહ્યું કે આ પ્રમાણપત્ર આંતરરાષ્ટ્રીય જૂરી દ્વારા કરવામાં આવે છે.તેમાં સંયુકત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી),યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબ્લ્યુટીઓ),ડેનમાર્ક સ્થિત એનજીઓ ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટલ એજયુકેશન (એફઇઇ) અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્સર્વેઝન નેચર (આઈયુસીએન)નાં જાણીતા સભ્યો શામેલ છે.વધુમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે વિશ્વનાં કોઈ પણ દેશમાંથી ૮ સમુદ્ર કિનારાઓને એક જ સમયે બ્લૂ ફ્લેગ સન્માન મળ્યુ નથી.ભારત માટે આ એક ગર્વનાં ક્ષણો છે.વધુમાં પ્રકાશ જાવડેકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આનો શ્રેય આપ્યો છે અને કહ્યુ હતુ કે તેમણે પોતે સમુદ્ર કિનારાઓને સ્વચ્છ જાળવી રાખવા માટે પહેલ કરી અને પોતે સફાઈ કરી હતી અને તેમના ખભેખભા મેળવીને સમુદ્રની સ્વચ્છતા અને કિનારાની સ્વચ્છતા જાળવી રાખવાની આ પહેલ આગળ વધી છે.