નવી દિલ્હી,તા.17.માર્ચ.2022 : ભારતની સુપર સોનિક ક્રુઝ મિસાઈલ તાજેતરમાં જ પાકિસ્તાનમાં ક્રેશ થઈ ગઈ હતી.
એ પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચેલો છે.ભારતે તો મિસાઈલ ભુલથી પાકિસ્તાનમાં ખાબકી હોવાનુ સ્વીકારી લીધુ છે.ત્યારે પાકિસ્તાનમાં દેશની એર ડિફેન્સ ક્ષમતા પર સવાલ ઉઠી રહ્યા છે.
પાકિસ્તાનમાં જે મિસાઈલ ખાબકી છે તે બ્રહ્મોસ હોવાનુ મનાય છે અને અત્યારે બ્રહ્મોસની રેન્જ 300 કિલોમીટરની છે.જે ભારત વધારીને 800 કિલોમીટર કરવા માંગે છે.
આ મિસાઈલ રડારથી બચવા માટે સક્ષમ છે.પાકિસ્તાન ભલે કહેતુ હોય કે મિસાઈલ અમે ટ્રેક કરી રહ્યા હતા પણ પાકિસ્તાન પાસે એ વાતનો જવાબ નથી કે,ભારતની જે મિસાઈલ પાકિસ્તાનની 124 કિલોમીટર અંદર ખાબકી છે તે બ્રહ્મોસ મિસાઈલ હતી કે બીજી કોઈ મિસાઈલ…
પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને આ ઘટના બાદ કહ્યુ હતુ કે,આ મિસાઈલ પડયા બાદ અમે પણ જવાબ આપી શકતા હતા પણ અમે સંયમ રાખ્યો હતો.આપણે આપણી ડિફેન્સ સિસ્ટમ મજબૂત બનાવવી પડશે.