– ૧ મહિનાથી તાળા હોવાથી આવકને ગંભીર અસર : ૭૦ લાખ લોકોની રોજગારી ઉપર ખતરોઃ ખુલે પછી રાહતો આપવા ઉદ્યોગની માંગ
નવી દિલ્હી તા. ૩૦ : ભારતની સૌથી મોટી રેસ્ટોરન્ટ ચેઇન્સે એપ્રિલ મહિનામાં તેના કર્મચારીઓના વેતનનો સારો એવો હિસ્સો મુલતવી રાખ્યો છે. મેકડોનાલ્ડ્રસની સાઉથ એન્ડ વેસ્ટ,જુબિલન્ટ ફુડવકર્સ,બાર્બેકયુ નેશન અને ઇમ્પ્રેસેરિયો જેવી ચેઇન્સે ર૦ થી ૪૦ ટકા પગારની ચુકવણી મોકૂફ રાખી છે. કારણ કેસ એપ્રિલમાં રેસ્ટોરન્ટસનો બિઝનેસ સંપૂર્ણ બંધ રહ્યો હતો.
નેશનલ રેસ્ટોરન્ટસ એસોસીએશનના પ્રમુખ અનુરાગ કતિયારે જણાવ્યું હતું કે,’કોવિડ-૧૯ નાં કારણો લોકડાઉન હોવાથી એક મહિના કરતાં વધુ સમયથી અમને કોઇ આવક મળી નથી.તેના કારણે મોટા ભાગની કંપનીઓ એપ્રિલનો આખો પગાર ચૂકવવામાં તકલીફ અનુભવી રહી છે.’તેમણે કહ્યું કે લોકડાઉન કયારે ઉઠાવવામાં આવશે તે અંગે પણ અનિશ્ચિતતા હોવાના કારણે રેસ્ટોરન્ટસને મુશ્કેલી પડી રહી છે કારણ કે તેમની પાસે કેશ રિઝર્વ નથી.આ વિશે ડોમિનો’ઝ પિત્ઝાની ઓપરેટર જુબિલન્ટ ફુડવકર્સ અન વેસ્ટલાઇફ ડેવલપમેન્ટની પેટાકંપની હાર્ડકેસલ રેસ્ટોરન્ટસને મોકલવામાં આવેલા ઇ-મેઇલના જવાબ મળ્યા ન હતાં.તે મેકડોનાલ્ડ્રસની ૩૦૦ થી વધારે રેસ્ટોરન્ટનું પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સંચાલન કરે છે.છ મોટી ફાઇન-ડાઇન અને કિવક સર્વિસ રેસ્ટોરન્ટસની અધિકારીઓએ જણાવ્યું કે એપ્રિલ માટેના પગારમાં કાપ મુકવામાં આવ્યો છે.તેમણે કહ્યું,’આ વખતે આખો પગાર ચુકવી શકાય તેમ નથી કારણ કે અમારા સેકટરને ભાર અસર થઇ છ.
પેકેજડ ગુડસનું કમ સે કમ ઓનલાઇન વેચાણ થઇ શકે છે અને કિરાણા સ્ટોર દ્વારા પણ વેચાણ કરવામાં આવે છે.’ ભારતમાં રેસ્ટોરન્ટ બિઝનેસનું કદ રૂ. ૪.ર લાખ કરોડનું છે જેમાં લગભગ ૭૦ લાખ લોકોને રોજગારી મળે છે.અત્યારે મોટી સંખ્યામાં સ્ટોર બંધ થાય અને લાખો લોકો નોકરી ગુમાવે તેવી શકયતા છે.કારણ કે લોકડાઉનના કારણે મોલ અને રેસ્ટોરન્ટસ બંધ છે.કટિયારે જણાવ્યું કે વેતન મોકૂફ રાખવાનું પગલું ઇરાદાપૂર્વક નથી લેવાયું.પરંતુ અમારી પાસે પૂરો પગાર આપવાની ક્ષમતા નથી.ઘણી કંપનીઓએ નવા નાણા એકત્ર કર્યા છે અથવા કર્મચારીઓ માટે નવી લોન લીધી છે.તેમણે કહયું, ‘સરકારે એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી)ના કેશ રિઝર્વ અને પ્રોવિડન્ટ ફંડના કલમ ન કરાયેલાં નાણાનો ઉપયોગ કરીને બેરોજગારીનું કવર પુરૃં પાડવું જોઇએ.નહીંતર આગામી મહિે અમે વધુ ગંભીર પરિસ્થિતિમાં મુકાઇશુ અને ઘણી કંપનીઓ બિલકુલ ચુકવણી કરવાની સ્થિતિમાં નહીં રહે.’ રેસ્ટોરન્ટ સેકટરે સરકાર પાસે મદદની માગણી સાથે વારંવાર રજૂઆત કરી છે.થોડા સપ્તાહ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારામનન લખેલા પત્રમાં તેમણે ફોર્સ મેજયર લાગુ કરવા,ઇનપુટ ટેકસ ક્રેડિટ (આઇટીસી) આપવા અને જીએસટી સહિતની ચુકવણી મુલત્વી રાખવાની માગણી કરી હતી.સરકારે જીએસટીનો દર નવેમ્બર ર૦૧૭ માં ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો હતો પરંતુ રેસ્ટોરન્ટસ માટે ઇનપુટ ટેકસ ક્રેડિટ બંધ કરી હતી. આઇટીસી ન મળવાના કારણે રેસ્ટોરન્ટસના મુડી ખર્ચ અને ભાડામાં ૧પ થી ૧૮ ટકાનો વધારો થયો છે.તેના કારણે તેમની નફાકારકતાનું ધોવાણ થયું છે. આ પત્રમાં એમ પણ જણાવાયું હતું કે ફિકસ્ડ ઓપરેટીંગ ખર્ચના કારણે આ બિઝનેસ અત્યંત જોખમી બની જાય છે.આઇટીસી ન મળવાથી સર્વિસ હાયર કરવાનો ખર્ચ ૧૮ ટકા વધે છે.
૪૦ ટકા રેસ્ટોરન્ટ બંધ થઇ જવાનો ભય આ સેકટરમાં ૭૦ લાખ કામદારો છે.
દર દસમાંથી ચાર રેસ્ટોરન્ટ જો સરકાર દ્વારા મદદ નહિં મળે તો કાયમી ધોરણે બંધ થઇ જવાનો ભય સેવાઇ રહ્યો છે.લોકડાઉન પહેલા આ ક્ષેત્રનું ૪ લાખ કરોડનું ટર્ન ઓવર હતું અને ૭૦ લાખ લોકોને આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ રોજગારી મળતી હતી.નેશનલ રેસ્ટોરન્ટ એસોસીએશન ઓફ ઇન્ડીયાએ જણાવ્યા અનુસાર ફુડ ડીલીવરીનો ધંધો ૭૦ ટકા જેટલો ઘટી ગયો છે.લોકડાઉન પુરો થયા પછી પણ લોકોએ નોકરી ગુમાવી હોય કે પગારમાં કાપ મુકાયો હોવાના કારણે લાંબા સમય સુધી લોકો બહાર જમવાનું કે ઓર્ડર કરવાનું ટાળશે.રેડ સીયર કન્સલ્ટીંગના અંદાજ અનુસાર,ફુડ ડીલીવરીનો બીઝનેસ લોકડાઉન ખુલ્યા પછી પણ થાળે પડતા એક વર્ષ લાગી જશે.આના કારણે ફકત ફુડ ઓર્ડરનો જ ધંધો કરતી કંપનીઓને પણ ધૂંબો લાગવાનો જ છે.