16મી માર્ચ, 2022 અમદાવાદ : ભારતમાં દરેકને કારમાં ફરાવવાનું સપનું રતન ટાટાએ જોયું હતુ પરંતુ નેનોની નિષ્ફળતા છતા ભારતમાં છેલ્લા બે દશકથી નાની કારોનો ક્રેઝ અકબંધ રહ્યો હતો. જોકે હવે દેશમાં નાની કારનો ક્રેઝ ઓસર્યો હોવાના એંધાણ મળી રહ્યાં છે.ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી કારના ડેટા પરથી જણાઈ રહ્યું છે કે દેશમાં નાની કારનો જમાનો હવે ગયો.
ભારત માટે કહેવાય છે કે આ નાની પારિવારીક કારનો છે પરંતુ નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિનાના આંકડા પરથી તારણ મળી રહ્યું છે કે ડોમેસ્ટિક પેસેન્જર વ્હિકલ્સમાં યુટિલિટી વ્હિકલ્સનો માર્કેટ શેર 48%ના ઐતિહાસિક ઉંચાઈએ પહોંચ્યો છે એટલેકે દેશમાં વહેંચાતી અડધી કાર યુટિલિટી સેગમેન્ટની છે.
રસપ્રદ વાત એ છે કે બે દશક અગાઉ નાણાંકીય વર્ષ 2022માં પીવી સેગમેન્ટમાં યુટિલિટી કારનો હિસ્સો 15% હતો જે હવે ત્રણ ગણાથી પણ વધીને 48%ના લેવલે પહોંચ્યો છે.આ ડેટા રજૂ કરે છે કે ભારતનો ઓટોમોબાઈલ સેગમેન્ટનો યુઝર બેઝ હવે શિફ્ટ થઈને ઉંચા બજેટ વાળી અને મિની એસયુવી તરફ વધી રહ્યો છે.
એન્ટ્રી લેવલ કારનો બજાર હિસ્સો નાણાંકીય વર્ષ 2012માં 65% હતો જે હવે 2022ના શરૂઆતના નવ માસમાં ઘટીને 45% થઈ ગયો છે. કોરોના મહામારી બાદ 2021 અને 2022ના આ સમયગાળામાં લોકોની આવક ઘટી છે અને છતા યુટિલિટી વાહનોના વેચાણનું ધૂમ વેચાણ સૂચવે છે કે જે એન્ટ્રી લેવલની કાર ખરીદવા આવનાર વર્ગ છે જે લધુથી મધ્યમ આવક ધરાવે છે તે કારની ખરીદીમાં પાછીપાની કરે છે અને જે મધ્યમથી અપર ક્લાસની વચ્ચે છે તેમનો ક્રેઝ યુટિલિટી વાહનો માટે વધી રહ્યો છે.