વલસાડ, 08 જૂન : દેશ કોરાના વાયરસના સંક્રમણને રોકવા સરકાર દ્વારા રેલવે વ્યવહાર બંધ કરી દેતા મુસાફરોના રિઝર્વેશન ટિકિટના પૈસા રેલવે પાસે જમા છે.જે રિફંડ પરત કરવા ભીલાડ રેલવે સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર ખોલવા તાલુકા પંચાયત સભ્ય રાકેશ રાયે રેલવે વિભાગને જાણ કરી છે. ભીલાડ રેલવે સ્ટેશનની આજુબાજુ અછાડ,સરીગામ અને ઉમરગામ જીઆઇડીસી આવેલી છે.જે જીઆઇડીસીના કામદારો અન્યો પ્રાંતમાંથી આવેલા હોવાના લીધે વતન પરત ફરતા ટ્રેનની રિઝર્વેશન ટિકિટ સાથે પહોંચે છે.માર્ચથી મે માસના ગાળામાં હજારો કામદારો વતન પરત ફરે છે.જેઓ વતન ફરવા માટે 6 માસ અગાઉથી રિઝર્વેશન ટિકિટ કઢાવી બેઠા હોઈ છે.સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર ખોલવાનું આશ્વસન આપ્યું છે.દેશમાં કોરાના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા 25 માર્ચથી રેલવે વ્યવહાર બંધ કરી દીધો હતો.જેના લીધે હજારો કામદારોના રિઝર્વેશન ટિકિટના રિફંડ લેવા માટે ભીલાડ રેલવે સ્ટેશન આંટાફેરા મારી રહ્યા છે.પશ્ચિમ રેલવે દ્વારા ભીલાડ રેલવે સ્ટેશન પર આ સુવિધા ઉપલબ્ધ ન કરાતાં મુસાફરોને રિફંડ માટે વાપી સુધી લંબાવવું પડી રહ્યું છે.કામદારોને પડી રહેલી મુશ્કેલી દૂર કરવા સરીગામ તાલુકા પંચાયત સભ્ય રાકેશ કે રાયએ પશ્ચિમ રેલવેના કોમર્શિયલ મેનેજરને ટેલિફિલોનિક રજૂઆત કરતા પશ્ચિમ રેલવે દ્વારા આવતા વિકમાં ભીલાડ રેલવે સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર ખોલવાનું આશ્વસન આપ્યું છે.