મુંબઈ : વાવાઝોડા તાઉતેની અસર હેઠળ મહાનગર મુંબઈના દરિયાકિનારે ગઈકાલ સવારથી ભારે તોફાનમાં ફસાયેલા બે જહાજના 410 નાવીકો અને મુસાફરો મળી ભારતીય નોકાદળે સતત 24 કલાકના ઓપરેશન બાદ 146 લોકોને બચાવવામાં સફળતા મળી છે પણ હજું મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાના અહેવાલ બાદ નૌકાદળના પેટ્રોલીંગ વિમાનોને પણ હવે સર્ચ ઓપરેશનમાં જોડવામાં આવ્યા છે.તાઉતે વાવાઝોડાની આ સૌથી કરુણ દુર્ઘટના બની રહેવાનો ભ્રમ મુંબઈના દરિયામાં ફસાયેલા બે બાર્જ તરફથી મદદનો તાકીદનો સંદેશો મળ્યા બાદ નૌકાદળના જહાજ આઈએમએમ કોચી તથા આઈએનએસ કોલકતા તુર્ત જ મધદરીયે પહોંચી ગયા હતા.ઉપરાંત નૌકાદળ તથા મુંબઈ પોર્ટની બચાવ બોટ પણ આ ક્ષેત્રમાં તપાસ માટે પેટ્રોલીંગ શરુ કર્યુ હતું તથા આજે સવારે પી-18 પેટ્રોલ એરક્રાફટ પણ બચાવ કાર્યમાં જોડાયું છે.રાત્રી દરમ્યાન પણ સર્ચ ઓપરેશન ચાલુ હતું. 146 લોકોને ઉગામી લેવાયા હતા. એક બાર્જ ગલ-કોન્ટ્રકચરમાં 136 લોકો સવાર હતા અને કોલાબા પોઈન્ટની 48 નોટીકલ માઈલ દૂર હતું.એક ઓઈલ રીંગ સાગર ભૂષણ પર 101 લોકો મોજૂદ હતા તેને નૌકાદળના આઈએનએસ તલવાર એ ઉગારી લીધા હતા તો બાર્જ ડબલ એસ-3 પર 193 લોકો સવાર હતા અને તે પીપાવાવ પોર્ટની સાઉથ ઈસ્ટમાં 50 નોટીકલ માઈલ દૂર હતું.
છેલ્લા સમાચાર મળ્યા તે સમયે 146 ને બચાવ્યા છે અને નૌકાદળના વધુ જહાજો સર્ચમાં જોડાયા છે.આ બાર્જમાં મધદરીયે કામ કરતા મજુરો સહીતના લોકોએ ભારે તોફાની સ્થિતિના કારણે હેલીકોપ્ટર પણ દરિયામાં ઉડી શકયો નથી.નેવીએ તેના ફ્રન્ટલાઈન વોરશીપને બચાવ કામમાં જોડી દીધા છે.આ તમામ બોમ્બે હાઈએરીયામાં છે જે મુંબઈના દક્ષિણ કિનારેથી 70 કીમી દૂર છે.