મંદીથી આહટ થયેલા ભારતીય અર્થતંત્રને કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની આવકમાં ધરખમ ઘટાડો થયો છે.બીજી બાજુ કોરોના સામે લડવા માટે અને માંગ વૃદ્ધિ જળવાઇ રહે તે હેતુસર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આર્થિક પેકેજની જાહેરાત કરી છે.રાજ્ય સરકારોએ તેમનું અર્થતંત્ર નબળુ ન પડે,બેલેન્સશીટ પર ભારણ ન વધે તે માટે કેન્દ્રની મોદી સરકાર પાસે જીએસટીના જૂના બાકી લેણાં ચૂકવવા આક્રમણ રીતે માંગણી કરી છે.
કેન્દ્ર સરકાર પાસે પણ આવક અછત બાદ નાણાંની તંગી સર્જાતા રાજ્યોને જીએસટીના બાકી ચૂકવણી પેટે હાથ ઉધ્ધર કર્યા છે.જીએસટી કાઉન્સિલની મીટિંગબાદ નિર્મલા સિતારમને આપેલ જાણકારી મુજબ રાજ્યોને જીએસટી કોમ્પન્સેશન સેસની ભરપાઇ માટે બે વિકલ્પો આપ્યા છે.રાજ્યોને આ બે વિકલ્પોની વિગતવાર માહિતી આગામી બે દિવસમાં જીએસટી કાઉન્સિલ તરફથી આપવામાં આવશે, ત્યારબાદના સાત દિવસમાં રાજ્યોએ ક્યાં વિકલ્પની પસંદગી કરી છે તે અંગે કેન્દ્ર સરકારને માહિતી આપવી પડશે.
કયા છે બે વિકલ્પો..?
નાણાંમંત્રીએ કહ્યુ કે, એટર્ની જનરલ સાથે ચર્ચા કર્યા બાદ રાજ્યોએ જીએસટી સેસની ભરપાઇ કરવા મુદ્દે બે મુખ્ય વિકલ્પો અંગે સહમતી સધાઇ છે.
1 કેન્દ્ર સરકાર દેવું ઉભું કરીને રાજ્યોને જીએસટીના બાકી લેણાંની ચૂકવણી કરે
2 રાજ્ય સરકારો સ્વાયત્ત ધોરણે રિઝર્વ બેન્ક પાસેથી ઉધાર નાણાં મેળવે
જૂન 2020 સુધી વળતર ભરપાઈનો વાયદો
બેઠકમાં એટોર્ની જનરલે કહ્યુ હતું કે, 2017માં જ્યારે જીએસટી સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવ્યું ત્યારે પાંચ વર્ષ માટે ટ્રાંઝિશન પિરીયડની જાહેરાત કરવામાં આવી હતી.આ સમય જૂન 2022 સુધીનો છે. કેન્દ્રએ કહ્યુ હતું કે, જે રાજ્યોની કમાણી પર જીએસટીની અસર થઈ છે. તેની ભરપાઈ કરવામાં આવશે.આ જાણકારી ફાઈનાન્સ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ આપી હતી.
ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શનમાં સરકારને 2.35 લાખ કરોડ રૂપિયા ઓછા આવ્યા છે.રાજ્યોને વળતર માટે સરકારે 2 વિકલ્પ આપ્યા છે.કેન્દ્ર જાતે દેવું કરીને રાજ્યોને વળતર આપે અથવા આરબીઆઈ પાસેથી ઉધાર લેવામાં આવે.આ મામલે રાજ્યોને 7 દિવસમાં જવાબ આપવા માટે જણાવાયું છે.
બેઠકમાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે, 2017માં જ્યારે જીએસટી પૂરા દેશમાં લાગુ કરાયો ત્યારે 5 વર્ષમાં ટ્રાન્જિક્શન પીરિયડની ઘોષણા કરવામાં આવી છે. આ સમય જૂન 2022 સુધીનો છે.કેન્દ્દનું કહેવું છે કે જે રાજ્યોની આવક પર અસર થઈ હશે તે રાજ્યોને ભરપાઈ કરવામાં આવશે. આ જાણકારી ફાયનાન્સ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ આપી છે.માર્ચમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં વળતર માટે નિર્મલા સીતારમને કાનૂની સલાહ પણ માગી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં ફાયનાન્સ સેક્રેટરીએ જણાવ્યું હતું કે,કોરોના મહામારીને કારણે જીએસટી કલેક્શનમાં મોટો ઘટાડો થયો છે.જીએસટી કંપેન્સેશન કાનૂન અંતર્ગત રાજ્યોને વળતર આપવાની આવશ્યકતા છે.વર્ષ 2019-20માં કેન્દ્રએ રાજ્યોને જીએસટીના વળતર રૂપે 1.65 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા છે.જેમાં માર્ચના 13,806 કરોડનો પણ સમાવેશ છે.આ વર્ષમાં સેસ કલેક્શન પણ 95444 કરોડ રહ્યું હતું.