નવી દિલ્હી, તા, 21 ફેબ્રુઆરી, 2022, સોમવાર : ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડે ટેન્ડર નોટિસમાં જાહેરાત આપી હતી કે,તે એક ખાનગી એજન્સી ભાડે રાખશે જે પોલીસ વિભાગ માટે તેમને ચહેરાની ઓળખ માટે સિસ્ટમના સંચાલનમાં મદદ કરશે.આવી જાહેરાત કરનારું તે ગુજરાતનું પ્રથમ શહેર છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરથી રાજધાનીમાં શહેરના સીસીટીવી પર યુએસ અને ઈઝરાયેલના ચેહરાની ઓળખ માટેના પ્લેટફોર્મનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ સોફ્ટવેર રસ્તા પર મુસાફરી કરતા સંપૂર્ણ અજાણ્યા લોકોની તસવીર કેપ્ચર કરી શકે છે.તેને તાકાતવાર ક્લાઉડ આધારિત સર્વર પર અપલોડ કરી શકે છે.ગુજરાત સરકારના સર્વર પર ઉપલબ્ધ ગુનેગારોના ડેટાબેઝ સાથે તે તસવીરને મેચ કરી શકે છે અને એક સાથે તેમને સોશિયલ મીડિયા સાઇટ્સમાંથી સ્ક્રેપ કરેલા લાખો ફોટા સાથે મેચ કરી શકે છે.સર્ચ એન્જિનની ઇમેજ,બેંક રિવ્યુ પોસ્ટ્સ કંપનીની સાઇટ્સ સાથે જ્યાં તે ફોટા દેખાયા હતા તેની લિંક મેળવી શકાય છે.ટૂંકમા 6 સેકન્ડમાં તે વ્યક્તિની પ્રોફાઈલ દોરી શકે છે.
ગાંધીનગર શહેરમાં સેક્ટર 23 અને સેક્ટર 27 તરફ જતા રોડ પર અને અમદાવાદ રેલ્વે સ્ટેશન પર કેટલાક દેખાવો કરવામાં આવ્યા હતા.’યુએસ સિસ્ટમની ચોકસાઈ 82% અને 96%ની વચ્ચે હતી,જ્યારે ઇઝરાયેલની 55% હતી,’ ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો કે,વિદેશી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા માટે સ્વદેશી ચહેરાની ઓળખ માટેના સોફ્ટવેર વિકસાવવાની કામગીરી હાલમાં ચાલુ છે.ઉદાહરણ તરીકે,ફેસ રેકોગ્નિશન પ્લેટફોર્મ દ્વારા સોશિયલ મીડિયા અને સર્ચ એન્જિન સર્વર પર 1.5 લાખ ફોટાની માહિતી મેળવવા માટે આશરે રૂ. 5,000 ખર્ચ થાય છે.
સોફ્ટવેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ત્રોતોએ દાવો કર્યો છે કે,ભારતીય ચહેરા ધરાવતા સીસીટીવી માટે ઈમેજને પ્રોસેસ કરવા અને મેચ કરવા માટે પ્રશિક્ષિત કરવાની જરૂર છે. ઉપરાંત તેને શક્તિશાળી ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટની જરૂર પડશે (GPU) જે સાધનો માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.હાલમાં પરીક્ષણ હેઠળ AIને તાલીમ આપવા માટે ચહેરાઓનો મોટો ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે.