કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં પેસેન્જર ટ્રેન ચલાવવાનું વિચારી રહી છે.આ માટે કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓ પાસેથી તેના સંચાલન માટે અરજીઓ મંગાવી છે.રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં રેલ્વે નેટવર્કને 12 ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યા છે.જેમાં 109 પ્રાઈવેટ ટ્રેન ચલાવવામાં આવશે.આ યોજનામાં લગભગ 30,000 કરોડ રૂપિયા ખાનગી ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવશે. ભારતીય રેલ તરફથી પેસેન્જર ટ્રેનને ચલાવવા માટે ખાનગીકરણને લઈ પ્રથમ પહેલ છે.
60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે 16 ડબ્બા વાળી ખાનગી ટ્રેન
સરકારના જણાવ્યા અનુસાર સરકારનો ઉદ્દેશ્ય મોર્ડન ટેક્નોલોજી રોલિંગ સ્ટોકને રેલ્વે નેટવર્કમાં લાવવા તથા ઓછા જાળવણી ખર્ચ,વધુ ઝડપ,રોજગારની તકો,વધુ સુરક્ષા આપવી,મુસાફરોને વિશ્વસ્તરીય યાત્રાનો અનુભવ કરાવવા માટે કરવામાં આવી રહ્યુ છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે,દરેક ખાનગી ટ્રેનમાં ઓછામાં ઓછા 16 ડબ્બા હશે.આ ટ્રેનો વધુમાં વધુમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મોટા ભાગની ટ્રેનો મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવામાં આવશે.જે પણ કંપનીને પસંદ કરશે તેની જવાબદારી રહેશે.
ખાનગી કંપની માટે આ કોન્ટ્રાક્ટ સમય 35 વર્ષનો હશે
ખાનગી ભાગીદારીમાં ચાલનારી આ ટ્રેનનો ઝડપ 160 કિમી પ્રતિ કલાક હોવાના કારણે મુસાફરનો સમય ઘણો બચશે.રેલ મંત્રાલય તરફથી જાહેર કરેલા આદેશ મુજબ ખાનગી કંપની માટે આ યોજનામાં ભાગ લેવા માટે કોન્ટ્રાક્ટનો સમય 35 વર્ષનો રહેશે.