સુરત શહેરમાં ઉનાળો શરુ થતા જ પાણીની પારાયણ પણ શરુ થઇ ગઇ છે.વેસુ વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.હાલાકી એટલી બધી વધી ગઇ કે આજે મહિલાઓએ વોર્ડ ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો.ભર ઉનાળામાં પાણીના અભાવે હાલાકીનો સામનો કરી રહેલી મહિલાઓ દ્વારા વોર્ડ ઓફિસની બહાર જ માટલા ફોડીને મનપાના રેઢિયાળ તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.મહિલાઓના વિરોધના પગલે એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની ગયુ હતુ.