સુરતઃ શહેરનો વેડરોડ પર ફરી ભાઈ લોકોના વિસ્તરમાં દદગીરીની ઘટના સમયે આવી છે.જોકે અહીં પહેલા સૂર્યા મરાઠી દાદાગીરી ચાલતી હતી.જોકે તેની હત્યા બાદ અહીં બિલાડીની ટોપની જેમ દાદા નીકળ્યા છે.ત્યારે અહીં ઊભેલા એક રત્નકલાકારને તું અહીંનો ભાઈ છે અને અહીંયા કેમ ઉભો છે કહીને બે ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચી ભાગી છૂટ્યા હતા.જોકે ઈજાગ્રસ્ત યુવાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ અગે જાણ થતાં પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતનો વેદ રોડ આમતો થોડા દિવસોથી જીવલેણ હુમલો પછી તે ચપ્પુ હોય કે પછી તલવાર આવી ઘટના આમ બની હતી.કારણ કે અહીંયા સર્યા મરાઠી ગેંગ અને બાર્ય ગેંગ વચ્ચે ગેંગ વોર થતું હતું.પણ સર્યાની હત્યા બાદ જાણે પોલીસને આ વિત્તસરના લોકોને રાહતનો શ્વાસ માંડ્યો હતો તેવું લાગતું હતું.
આ માથા ફરેલા સૂર્યાની હત્યા બાદ આ વિસ્તારમાં તેના પંટર ભાઈગીરી કરવા પર ઉતરી પડ્યા છે.ત્યારે ગતરોજ ખાન સાહેબનું ભાઠુ ધાસ્તીપુરા વરીયાવી બજાર ખાતે રહેતા અને હીરા મજૂરી કરતા 26 વર્ષીય કાશીનાથ તુકારામ પવાર ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે વેડરોડ વિશ્રામનગર મંગલમુર્તી ઍપાર્ટમેન્ટ પાસે ઉભો હતો.
તે વખતે તેની પાસે રોહિત કોષ્ઠી અને સ્વપ્નીલ પાટીલ આવી તું અહી રહેતો નથી તો પણ તું કેમ આવે છે તું વિસ્તારનો દાદો બનવા માંગે છે તેમ કહી છાતી અને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.તેમજ જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યાં હતા.
જોકે ઘટનાની જાણકારી મળતા સાથનિક લોકો તાતકાલિક દોડી આવીને આ રત્નકલાકરને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.જોકે સરવર બાદ તેની તબિયત સારી હોવાનું તબીબો દ્વારા જાણકારી આપવામાં આવી હતી બીજી બાજુ ઘટના પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે એક સમયે આ વિસ્તારમાં સૂર્યા મરાઠી નામના માથાભારે લુખ્ખાની દાદાગીરી ચાલતી હતી.જોકે,અંગત અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હતી.ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો.અને રહિશોને પણ થોડા દિવસ માટે શાંતિ મળી હતી.હવે તેના પંટરો દાદાગીરી કરવા ઉપર ઉતરી આવતા રહિશોની શાંતિ ફરીથી છીનવાઈ હોય એવું લાગી રહ્યું છે.