– હોંગકોંગ બાદ બેલ્જીયમનું હીરા માર્કેટ શરૂ થતા હીરા ઉદ્યોગમાં ચમક : અટવાયેલા પાર્સલ આગળ જશે.
સુરત : સુરતના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર આવ્યા છે.હોંગકોંગ બાદ બેલ્જીયમનું હીરા માર્કેટ કાર્યરત થયું.બેલ્જીયમનાં એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો કાર્યરત થઈ છે.એન્ટવર્પમાં ઓફિસો ખુલતા સુરતના અટવાયેલા પાર્સલ આગળ જશે.ત્યારે સુરતનાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામદારોને 15 મીટરનું અંતર જાળવી કામ શરૂ કરવાની કડક સૂચન પણ કરવામાં આવ્યુ છે.સુરત શહેર હાલ રેડ ઝોનમાં છે,શહેર ગ્રીન ઝોનમાં આવ્યા બાદ તમામ ઉદ્યોગો ફરીથી ધમધમતા થશે તેવી આશા વર્તાઈ રહી છે.