– લીબાયત થી પુણા, વરાછા, ઉધના અને સેન્ટ્રલ ઝોન થકીના તમામ માર્ગો સીલ
સુરત : તોફાની બનેલા કોરોનાએ સુરતના લીબાયત વિસ્તારની હાલત કફોડી બનાવી દીધી છે.સુરતના લીબાયત વિસ્તારમાંથી 40 % જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા તત્રએ વધુ કોરોના ચેપ પ્રસરે નહીં તેના માટે રણનીતિ અપનાવી છે.શહેરના લીબાયત વિસ્તારને ટાપુ તરીકે જાહેર કરી દીધો છે અને અવરજવરના માર્ગો સીલ કરી દીધાં છે.લીબાયતથી પુણા,વરાછા,ઉધના અને સેન્ટ્રલ ઝોન થકીના તમામ માર્ગો સીલ કરી દીધા છે અને આઇલેન્ડ સ્ટ્રેટેજી અપનાવી ડેવલપ કરવાનું તંત્ર વિચારી રહી છે.