સુરત, તા. 15 ડિસેમ્બર 2022, ગુરુવાર : સુરત શહેરમાં રખડતા ઢોરની ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકાર્યો કયા છે ત્યારે સુરત મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે.
સુરતના કતારગામ,સરથાણા અને રાંદેરમાં ત્રણ મોટા ઢોરડબ્બા બનાવવા કવાયત શરૂ કરાઈ છે.એટલું જ નહીં ટૂંક સમયમાં પાલિકાના ત્રણેય ઝોનમાં ઢોર ડબ્બાની કેપેસિટી વધારીને 3000 કરવા દરખાસ્ત પણ રજૂ કરાશે.
સુરતમાં વધી રહેલી રખડતાં ઢોરની સમસ્યાને કાબૂમાં કરવા માટે આગામા સમયમાં સુરત મહાનગર પાલિકા દ્વારા રખડતાં ઢોરોને પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવનારી છે.જ્યાં પણ રસ્તા પર ઢોર દેખાય ત્યાંથી પકડીને સલામત સ્થળે મોકલવા માટેનો એક્શન પ્લાન પાલિકાના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.ગત ચાર વર્ષમાં ઢોરન લગતી 137 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ચૂંટણી પહેલા કરાયેલી કામગીરી અંગે વાત કરવામાં આવે તો 222થી વધુ ગેરકાયદે તબેલાઓ પર કાર્યવાહી કરાઇ હતી અને 4 હજારથી વધુ પશુઓને પકડવામાં આવ્યા હતા.
આ અંગે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલએ જણાવ્યું હતું કે, રખડતા પશુઓની સમસ્યાને લઈને દરેક કેમ્પેઈન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.વર્ષ 2022-23માં 4968 પશુઓ પકડવામાં આવ્યા હતા. અને 40.58 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.હાલમાં રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન ( RFID ) ચીપ લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી.વિના મુલ્યે દરેક ઝોનમાં કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં 14102 જેટલા ટેગ લગાવવામાં આવી ચુક્યા છે. 2023 માર્ચ સુધીમાં આ કામગીરી કરવામાં આવશે.આ કામગીરી થકી પાલિકામાં ઓનલાઇન ડેટાબેસ જોવા મળશે.
વધુમાં જણાવ્યું હતું કે અત્યારે ત્રણેય ઝોનમાં ડોર ડબ્બાની કેપેસિટી 250 છે જે 10 ઘણી વધારીને વધારીને 3000 કરશે અને આ માટે પાલિકામાં દરખાસ્ત રજૂ કરાશે.આ સાથે જ પશુઓ પકડવાની કામગીરી પોલીસ અને મનપા દ્વારા કરવામાં આવી રહી છે.અત્યાર સુધી પહેલી વાર,બીજી વખત અને ત્રીજી વખત પશુ પકડાઈ તો અલગ અલગ દંડ વસુલવામાં આવી રહ્યો છે.