નવી દિલ્હીઃ જીએસટી ચુકવતા લોકોને કોમ્પલાયન્સના મુદ્દે સરકારે રાહત આપી છે.નાણા મંત્રાલયે ૨૦૧૮-૧૯ના વર્ષ માટે વાર્ષિક રીટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરી છે.આ ઉપરાંત મંત્રાલયે ૨૦મી માર્ચ અને ૧૫ એપ્રિલ વચ્ચે પુરી થતી ઈ-વે બીલની વેલીડીટી પણ લંબાવી ૩૧મી મે કરી છે.ગઈકાલે સાંજે આ અંગેના આદેશો બહાર પાડવામાં આવ્યા હતા.