– ઇન્દીરાજીની હત્યા પછી દેશભરમાં વ્યાપેલાં શીખ-વિરોધી રમખાણોના મુખ્ય સંચાલક સજ્જનકુમાર અત્યારે જેલમાં સજા ભોગવી રહ્યો છે
નવીદિલ્હી : જગદીશ ટાઈટલરને કોંગ્રેસના સર્વોચ્ચ નેતા શ્રીમતી સોનિયા ગાંધીએ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં કાયમી આમંત્રિત (પર્મેનન્ટ ઇન્વાઈટી) તરીકે સ્થાન આપ્યું છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં રહેલા ૩૭ કાયમી આમંત્રિતો પૈકીના તેઓ એક બની રહેશે.તે સર્વવિદિત છે કે, ૧૯૮૪માં શ્રીમતી ઈન્દિરા-ગાંધીની હત્યા થઈ પછી દેશભરમાં ફાટી નીકળેલાં શીખ-વિરોધી રમખાણોનાં મુખ્ય સંચાલકો પૈકીના એક જગદીશ ટાઈટલર પણ હતા. તેવી શંકા સેવાઈ રહી છે.આમ તેઓ તે સમયનાં શિખ-વિરોધી રમખાણોના એક શંકાસ્પદ બની રહ્યા છે.જ્યારે અન્ય આરોપી સજ્જનકુમાર વિરુદ્ધ તો એ ગુનો સાબિત થતાં તેઓ અત્યારે જેલની સજા ભોગવે છે.
ટાઈટલરનું નામ, દિલ્હી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જે.પી. અગ્રવાલ, AICC ના પૂર્વ મહામંત્રી જનાર્દન દ્વિવેદી, અને પૂર્વ મંત્રીઓ, કપિલ સિબ્બલ, અજય માહેત અને ક્રિશ્ના તીરથની સાથે સૂચવાયું છે.આ નિયુક્તિના આદેશો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિ (AICC) ના મહામંત્રી (સંગઠન) કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત વેણુગોપાલે ૮૭ સભ્યોની બનેલી દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કારોબારી સમિતિના સભ્યોની યાદી પણ આજે પ્રસિદ્ધ કરી છે.
૧૯૮૪નાં શિખ-વિરોધી રમખાણોમાં સજ્જન કુમાર પછી શંકાસ્પદોમાં જગદીશ ટાઈટલરનું પણ નામ છે. સજ્જનકુમાર ઉપર તો, ગુનો સાબિત થઈ જતાં, અત્યારે તેઓ જેલમાં છે.જગદીશ ટાઈટલર કેસમાં સીબીઆઈએ ૨૦૦૭,૨૦૦૯ અને ૨૦૧૪ તેમ ત્રણ કલૉઝર-રીપોર્ટસ ફાઈલ કર્યા છે.પરંતુ લખવિંદર કૌર, જેણે ગુરૂદ્વારા પુલ બંગેશ એટેકમાં તેનો પતિ ગુમાવ્યો હતો,તેણે જગદીશ ટાઈટલર કેસમાં કલોઝર રીપોર્ટ અંગે વિરોધ પીટીશન રજૂ કરતાં દિલ્હીની કડકડબૂમા કોર્ટે ડીસેમ્બર ૪ ૨૦૧૫ના દિને CBC ના ક્લોઝર-રિપોર્ટને અસ્વીકાર્ય ગણ્યો હતો. અને CBC ને હજી પણ વધુ તપાસ કરવા આદેશ આપ્યો હતો.