ગુજરાત : આપને ત્યાં લુંટ અને ચોરીની થતી એકલ દોકલ ફરિયાદો સામાન્ય લાગે પણ શું તમને ખબર છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 760 કરોડની લૂંટ-ચોરીની ફરિયાદો નોંધાઈ છે.? જી હા અમે નથી કહેતા પણ એનસીબીનો રીપોર્ટ આ કહી રહ્યું છે,અને મહત્વની વાત તો એ છે કે ચોરી અને લુંટની માત્ર 25 ટકા રકમ જ રિકવર થઈ છે.સામે આવેલ આંકડાઓમાં સૌથી વધુ લૂંટ-ચોરીની ફરિયાદો રહેણાક વિસ્તારમાંથી નોંધાવવામાં આવી છે.એનસીબીના રિપોર્ટ અનુસાર,વર્ષ 2017માં રાજ્યભરમાંથી કુલ 245 કરોડની ચોરીની ફરિયાદો નોંધાઈ હતી.જેમાથી પોલીસે 51 કરોડ એટલે કે માત્ર 20 ટકા જેટલી રકમ રિકવર કરી સ્થાનિકોને પરત કરી છે.ત્યારબાદ 2018માં સ્થાનિકોએ 311 કરોડ ગુમાવ્યા હતા જેમાથી પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને 80 કરોડ એટલે કે 25 ટકા જેટલી રકમ રિકવર કરી શકી હતી.જ્યારે ગત વર્ષે 202 કરોડની આસપાસની લૂંટ-ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.જેમાથી પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી ગુનેગારોને પકડી કુલ 56 કરોડ એટલે કે 27 કરોડની આસપાસ રિકવર કર્યું છે. એટલે છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી 30 ટકાની આસપાસ જ કેસ સ્વોલ કરવામાં પોલીસ સફળ રહી છે.બાકીના ગુનેગારો તેમજ રકમનો આજદિન સુધી કોઇ પત્તો નથી.
ગત વર્ષની લૂંટ-ચોરીની સૌથી વધુ ઘટના રહેણાક વિસ્તારોમાં ઘટી છે.આ વિસ્તારોમાંથી એક વર્ષમાં અંદાજે 200 કરોડ રકમ ચોરી થયાની કુલ 3 લાખની આસપાસ ફરિયાદો નોંધાઈ છે.રેસિડેન્સ એરિયા બાદ હાઈવે,એરપોર્ટ,રેલવે સ્ટેશન,એટીએમ તેમજ સ્કૂલ-કોલેજોમાં ચોરીઓની ઘટના બની છે.આ ફરિયાદોમાંથી પોલીસે કુલ રકમની 30 ટકા રકમ રિકવર કરી લીધી છે.આ તો રેકર્ડ પર નોંધાયેલ ફરિયાદની વાત છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં કેટલાક લોકોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હોય તેવા કિસ્સાઓની સંખ્યા પણ મોટી હોય શકે છે.