બેંકમાંથી લોન લેવામાં આવે અને સમયસર ના ચૂકવાય તો બેંક તેની સામે કાર્યવાહી કરતીહોયછે.સમાધાન સ્વરૃપે એક રૂપિયો પણ નથી છોડતી હોતી. સામાન્ય રીતે બેંકો કોઈ પર એક રૂપિયો પણ છોડવા તૈયાર નથી,પરંતુ શિવા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ હોલ્ડિંગના મામલે તે આશ્ચર્યજનક બની ગયું છે.બેંકોએ ચેન્નાઈ સ્થિત ઉદ્યોગપતિ સી શિવાસંકરનની ગ્રુપ હોલ્ડિંગ કંપની સામે નાદારીની કાર્યવાહી પરત ખેંચવાની સંમતિ આપી છે.બેંકને કંપની પાસેથી 5000 કરોડ રૂપિયા બાકી હતા,પરંતુ તેઓ 500 કરોડ રૂપિયાની ઓફર પર કોર્ટની બહાર કેસનો નિકાલ કરવા માટે સંમત થયા હતા.બેંક રિએમ્બર્સ – ઇન્સોલ્વ કરનારા નિષ્ણાતોએ આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ગણાવ્યો કારણ કે બેંકો પહેલા પ્રમોટરોની આવી ઓફરોને ફગાવતી આવી છે.
ક્રેડિટરોમાંની એક એવી આઈડીબીઆઈ બેંકે તેની પુષ્ટિ કરી
કંપનીના ફાઈનાન્સિયલ ક્રેડિટરોમાંની એક એવી આઈડીબીઆઈ બેંકે તેની પુષ્ટિ કરી છે.બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોટાભાગના લેણદારોએ કંપની સામે નાદારી કાર્યવાહી પાછા ખેંચવાની તરફેણમાં મત આપ્યો હતો.આ કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. કંપનીના લેણદારોમાં સ્ટેટ બેંક એફ ઇન્ડિયા અને મલેશિયાની મેક્સિસ કમ્યુનિકેશન્સ બીએચડી શામેલ છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર,શિવસંકરને કંપની સામે કાનૂની કાર્યવાહી પાછી ખેંચવા અને બાકીના તમામ દાવાઓને દૂર કરવા બેંકોને 500 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. ગત સપ્તાહે બેંકોએ તેની તરફેણમાં મત આપ્યો હતો.
પ્રમોટર્સની કેસમાં સમાધાન કરવાની ઓફર સ્વીકારે તેવું ભાગ્યે જ બને
અમદાવાદ સ્થિત રિઝોલ્યુશન પ્રોફેશનલ ઉમેશ વેદે જણાવ્યું હતું કે, કંપની વિરુદ્ધ નાદારી કાર્યવાહી શરૂ થયા પછી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પ્રમોટર્સની કેસમાં સમાધાન કરવાની ઓફર સ્વીકારે તેવું ભાગ્યે જ બને છે.છેલ્લો વિકલ્પ કંપનીને દેવાળાની – ઇન્સોલ્વન્સી કાર્યવાહીમાં ખેંચવાનો હોય છે.આવું સમાધાન તો ભાગ્યે જ જોવા મળે તેવું થયું છે.કંપની ઉપર બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓનું 5000 કરોડ રૂપિયાનું દેવું બાકી છે.ટાટા સન્સે પણ 863 કરોડ રૂપિયાના બાકી નાણાંનો દાવો કર્યો હતો,પરંતુ કંપનીના વચગાળાના ઠરાવ વ્યાવસાયિક દ્વારા તેને નકારી કાઢવામાં આવ્યો હતો.
ટેલિકોમ કંપની એરસેલની સ્થાપના કરી હતી
સી શિવાસંકરન ચેન્નઈનો એક ઉદ્યોગપતિ છે જેમણે ટેલિકોમ કંપની એરસેલની સ્થાપના કરી હતી. તેમણે દેશમાં કોફી ચેન બરિસ્તાની સ્થાપના પણ કરી.તેમને આઈડીબીઆઈ લોન કેસમાં સીબીઆઈ તપાસનો સામનો કરવો પડ્યો હતો.શિવા ઈન્ડસ્ટ્રીઝ એન્ડ હોલ્ડિંગ પર બેંકોનું 5,000 હજાર કરોડ રૂપિયાનું દેવું બાકી છે. 2019 માં આ કંપની વિરુદ્ધ ઇનસોલ્વન્સી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.