નવી દિલ્હી : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીક થવાની ઘટના બાદ સરકારે લૉકડાઉન હટ્યા બાદ ઔદ્યોગિક એકમોમાં કામ શરૂ કરવાને લઈ ફરીથી નવી ગાઈડલાઈન જાહેર કરી છે.સખ્ત સૂચના આપતા સરકારે કહ્યું કે બધા જ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરાવવું જોઈએ અને ઉદ્યોગોએ હાલ ઉત્પાદનનું ઉંચુ લક્ષ્ય ના રાખવું જોઈએ.સરકારે જોર આપતા કહ્યું કે પહેલા અઠવાડિયાને ટ્રાયલ રૂપે જોવું જોઈએ.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી 11 લોકોના મોત થઈ ગયા હતા અને ઓછામાં ઓછા 1000 લોકો પ્રભાવિત થયા હતા. સરકારે આ ઘટનાના ત્રણ દિવસ બાદ જાહેર કરાયેલ દિશાનિર્દેશોમાં તમામ ઉદ્યોગોને કર્મચારીઓની સુરક્ષા માટે સાવધાની વરતવાનો આગ્રહ કર્યો.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તરફથી જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ લૉકડાઉનના કારણે કેટલાય ઔદ્યોગિક એકમો બંધ છે,જેનાથી એ વાતની સંભાવના છે કે કેટલાક પરિચાલકોએ માનક પરિચાલન પ્રક્રિયાનું પાલન ના કર્યું હોય,જેના પરિણામસ્વરૂપ કેટલાક વિનિર્માણ સુવિધાઓ,પાઈપલાઈન, વાલ્વમાં અપશિષ્ટ રાસાયણ હોય શકે છે,જે ખતરો પેદા કરી શકે છે.આ વાત જ એવા ભંડારણ એકમો માટે પણ લાગૂ થાય છે,જેમાં ખતરનાક રસાયણ અને જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ થતો હોય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઔદ્યોગિક એકમોને ફરીથી શરૂ કરતી વખતે પહેલા અઠવાડિયાને ટ્રાયલ કે પરિક્ષણ અવધિના રૂપે માનવામાં આવવું જોઈએ.સાથે જ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને વધુ પડતા ઉત્પાદન લક્ષ્ય રાખવાની કોશિશ ના કરાવવી જોઈએ.
દિશાનિર્દેશો મુજબ ફેક્ટરી પરિસરમાં ચોબીસો કલાક સૈનિટાઈઝેશન પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ.આ ઉપરાંત લંચ રૂમ,કોમન ટેબલને દર બેથી ત્રણ કલાક બાદ સેનિટાઈઝ કરવું જોઈએ.જેમાં કહેવામાં આવ્યું છે કે જોખમ ઘટાડવા માટે આવા કર્મચારીઓએ ખાસ સતર્કતા વરતવાની જરૂરત છે, જે વિશેષ ઉપકરણો પર કામ કરે છે.એવા લોકોએ મશીન અજીબ રીતે અવાજ કરવા,લીક થવા,વાઈબ્રેશન,થવા ધુમાડાનું ધ્યાન રાખશે.જરૂરત પડવા પર તરત તેની મરમ્મત કરાવશે અથવા મશીન બંધ કરી દેશે.કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લૉકડાઉન કરવામાં આવ્યું છે. તેને બીજીવાર 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે.જો કે આ દેરમિયાન સરકારે કોરોના વાયરસ પહોંચ્યો ના હોય તેવા ઓછા પ્રભાવિત ક્ષેત્રોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.
સામાન્ય ગાઈડ લાઈન
લોકડાઉન પછી જ્યારે ફેક્ટરી કે ઔદ્યોગિક એકમો ખુલશે ત્યારે પહેલા અઠવાડિયા સુધી ફેક્ટરીમાં ટ્રાયલ પીરિયડ અથવા ટેસ્ટ રન પીરિયડ માનવામાં આવશે. ફેક્ટરીના દરેક સુરક્ષા સુચનોનું પાલન કરવાનું રહેશે અને પહેલા જ અઠવાડિયામાં ઉત્પાદનના ઉચ્ચ લક્ષ્યને હાસિલ કરવાનો પ્રયત્ન નહીં કરવામાં આવે.જોખમની આશંકા ઓછી કરવા માટે કર્મચારીઓને વિશેષ સતર્કતા રાખવાની જરૂર છે જે ખાસ મશીનો પર કામ કરે છે. એવા કર્મચારી, સ્ટાફ, એન્જિનિયર મશીનમાંથી આવતા વિચિત્ર અવાજો,વિચિત્ર ગંધ,ખુલ્લા વાયરો,વાઈબ્રેશન,લીક,ધુમાડાનું ધ્યાન રાખવું અને જરૂર પડવા પર સમારકામ કરાવવું અથવા પ્લાન્ટને બંધ રાખવો.
દરેક મશીનોનું સમય સમય પર સુરક્ષા માટે નિરિક્ષણ કરવામાં આવે.
જો કોઈ કારખાનામાં કોઈ ટેક્નિકલ ખામી આવે અને સ્થાનીક સ્તર પર તેનું નિદાન મુશ્કેલ હોય તો ફેક્ટરી માલિકે જિલ્લા મજીસ્ટ્રેટનો સંપર્ક કરવો જોઈએ.
ખાસ ઉદ્યોગો માટે ખાસ ગાઈડ લાઈન
કાચા માલની સ્ટોરેજની તપાસ કરવામાં આવે.તેનું ધ્યાન રાખવામાં આવે કે લોકડાઉન વખતે કાચા માલમાં કોઈ ખરાબી તો નથી આવી ગઈને.સામાન ખરાબ થઈને ઝેરીલો તો નથી થઈ ગયો ને.એવા કાચા માલની તપાસ કરવામાં આવે જે લોકડાઉન સમયે ખુલ્લા રહી ગયા હતા.કે એવા સામાનમાં કોઈ રાસાયણિક પ્રક્રિયાના કારણે ઝેરીલો પદાર્થ તો નથી બની ગયોને તેની ખાસ તપાસ કરવામાં આવે.રાસાયણિક પદાર્થોના ઉપયોગથી પહેલા તપાસ કરવી ખૂબ જરૂરી છે.
સ્ટોરેજ એરિયામાં તાપ અને હવાના અવર જવરની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવે.
સપ્લાય પાઈપલાઈન,વોલ્વ્સ,કન્વેયર બેલ્ટની તપાસ થવી જોઈએ.જણાવી દઈએ કે વિશાખાપટ્ટનમમાં વોલ્વ્સમાં ખરાબી આવવાના કારણે ગેસ લીકની ઘટના બની હતી.
પ્રોડક્શન એકમો માટે ગાઈડ લાઈન
ફેક્ટરીને ચાલુ કર્યા પહેલા આખા પ્લાનનું સેફ્ટી ઓડિટ કરવામાં આવે.
દરેક પાઈપ, ઉપકરણ અને ડિસ્ચાર્જ લાઈનની સારી રીતે સફાઈ કરવામાં આવે. જરૂરિયાત અનુસાર એર પ્રેશર અને વોટર પ્રેશર દ્વારા સફાઈ કરવામાં આવે.બોયલર,ફ્યુરેન્સનો ઉપયોગ કર્યા પહેલા સંપૂર્ણ રીતે ચેક કરી લેવામાં આવે.ધ્યાન રાખવામાં આવે કે દરેક પ્રેશર અને ટેમ્પ્રેચર સાથે જોડાયેલા મશીનનો સરખી રીતે કામ કરી રહ્યા છે કે નહીં.જ્વલનશીલ અને ઝેરીલા પદાર્થોના સંબંધમાં સાવધાનીનું ધ્યાન રાખવામાં આવે. આ મશીનોને શરૂ કર્યા પહેલા સંપૂર્ણ રીતે સાવચેતી રાખવામાં આવે.એ વાતની વ્યવસ્થાની તપાસ કરવામાં આવે કે જરૂર પડવા પર આપાતકાલીન ટીમ-એક્સપર્ટ પ્રોફેશનલની ટીમ જલ્દીથી જલ્દી ઘટનાસ્થળ સુધી પહોંચી શકે.
મજૂરો વર્કરો માટે ગાઈડ લાઈન
ફેક્ટરી પરિસરમાં ચોવીસ કલાક સેનિટાઈઝેશન પ્રક્રિયા ચાલતી રહેતી હોવી જોઈએ. લંચ, રૂમ, કોમન રૂમ, મીટિંગ હોલને દર બેથી ત્રણ કલાક બાદ સેનિટાઈઝ કરાવામાં આવે.ઔદ્યોગિક પરિસરમાં કામ કરનાર દરેક કર્મચારીઓનું દિવસમાં બે વખત તાપમાન ચેક કરવામાં આવે.જે કર્મચારીઓ-મજૂરોમાં કોઈ પણ અસામાન્ય લક્ષણ જોવા મળે તેમને કામ પર ન આવવું જોઈએ.દરેક કર્મચારીઓ માટે હેન્ડ સેનિટાઈઝર્સ, ગ્લબ્ઝ અને માસ્કની વ્યવસ્થા કરવામાં આવે.
કોરોના સંક્રમણથી બચવા માટે શું શું સાવધાનિયો રાખવામાં આવે,મજૂર સ્ટાફને તે વાતની જાણકારી આપવામાં આવે.વર્ક ફ્લોર અને ડાઈનિંગ હોલમાં ફિઝિકલ ડિસ્ટેસિંગની વ્યવસ્થા કરવી.યાત્રા કરનાર દરેક સ્ટાફને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવે.એવી ફેક્ટરીઓ જે 24 કલાક કામ કરે છેત્યાં દરેક શિફ્ટમાં એક કલાકનો ગેપ રાખો.વ્યવસ્થાપક અને વહીવટી સેવા માટે કામ કરી રહેલા લોકો એક શિફ્ટમાં કુલ 33 ટકા સ્ટાફને જ મંજૂરી રહેશે.
જ્યાં સુધી સંભવ હોય સ્ટાફ મજૂર વર્ક સ્ટેશન શેર ન કરે.