નવી દિલ્હી, તા. 3 જૂન 2020, બુધવાર
દેશની સુપ્રીમ કોર્ટે બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ દૂર કરવાની માંગ કરતી અરજી મુદ્દે દખલ કરવાની મનાઈ કરી દીધી છે.કોર્ટના કહેવા પ્રમાણે અરજીને સરકાર પાસે રિપ્રેઝન્ટેશન તરીકે માની શકાય અને કેન્દ્રને મેમોરેન્ડમ આપી શકાય.ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસએ બોબડેના કહેવા પ્રમાણે બંધારણમાં પહેલેથી જ ભારત નામ કહેવાયું છે માટે તેઓ આ મુદ્દે આગળ ન વધી શકે.
અરજીકર્તાએ કરેલી દલીલ પ્રમાણે બંધારણના અનુચ્છેદ 1માં સંશોધન કરીને ઈન્ડિયા શબ્દ દૂર કરવામાં આવે.અનુચ્છેદ 1માં ભારત અર્થાત ઈન્ડિયા રાજ્યોનો સંઘ હશે તેમ કહેવાયું છે.તેના બદલે સંશોધન કરીને ઈન્ડિયા શબ્દ દૂર કરી તેના સ્થાને ભારત કે હિંદુસ્તાન કરવા માંગ છે. દેશને મૂળ અથવા પ્રામાણિક નામ ભારતથી જ માન્યતા અપાવી જોઈએ.
અરજીકર્તાના કહેવા પ્રમાણે ઈન્ડિયા શબ્દ ગુલામીની નિશાની છે અને આ કારણે જ તેના સ્થાને ભારત કે હિંદુસ્તાન શબ્દનો ઉપયોગ થવો જોઈએ. અંગ્રેજી નામ દૂર કરવું ભલે પ્રતીકાત્મક હશે પરંતુ તે આપણી રાષ્ટ્રીયતા અને ખાસ કરીને ભાવિ પેઢીમાં ગર્વનો બોધ ભરનારૂં હશે.
ભારતથી ઈન્ડિયાની સફર
મહારાજ ભરતે ભારતનો સંપૂર્ણ વિસ્તાર કર્યો હતો અને તેમના નામ પરથી જ આ દેશનું નામ ભારત પડેલું. મધ્ય યુગમાં તુર્ક અને ઈરાની સિંધુ ઘાટી દ્વારા પ્રવેશ કરીને અહીં આવ્યા.તેઓ ‘સ’નું ઉચ્ચારણ ‘હ’ કરતા હતા જેથી સિંધુનું અપભ્રંશ હિંદુ થઈ ગયું.આમ હિંદુઓના દેશને હિંદુસ્તાન નામ મળ્યું.ત્યાર બાદ જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે તેમણે ઈન્ડસ વેલી એટલે કે સિંધુ ઘાટી પરથી આ દેશનું નામ ઈન્ડિયા કરી દીધું કારણકે ભારત કે હિંદુસ્તાનનું ઉચ્ચારણ તેમના માટે અસુવિધાજનક હતું.ત્યારથી ભારત,ઈન્ડિયા બની ગયેલું.બંધારણના પહેલા અનુચ્છેદમાં જ ઈન્ડિયા એટલે ભારત એવું લખેલું છે.સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે સંવિધાનમાં પણ ભારત નામ લખ્યું છે.લખ્યું છે ઈન્ડિયા દૈટ ઈઝ ભારત.સુપ્રીમ કોર્ટએ અરજદારને કહ્યું કે આપ સંબંધિત મંત્રાલયના સામે પોતાનો અહેવાલ આપો અને સરકારને તે અંગે સંતોષકારકતા દર્શાવો.
કેન્દ્રને નિર્દેશ આપવા માટે હતી અરજી
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહેવાયું હતું કે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે કે આ સંવિધાનમાં બદલાવ કરો અને ઈન્ડિયા શબ્દને બદલીને હિન્દુસ્તાન કે પછી ભારત કરી દે.સુપ્રીમ કોર્ટે આ અરજી પર બે જુને સુનાવણીનો નિર્ણય કર્યો હતો.અરજદારે કહ્યું કે અમારી રષ્ટ્રીયતાના માટે ભારત શબ્દને સંવિધાનમાં જોડવો જરૂરી છે.સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણીથી ના પાડી દેતાં અરજીને અહેવાલ તરીકે સંબંધિત મંત્રાલયમાં મોકલવાનું કહ્યું અને અરજી ખારીજ કરી દેવાઈ છે.
સંવિધાનના અનુચ્છેદમાં બદલાવ માટે અરજી હતી
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવાયું હતું કે સંવિધાનના અનુચ્છેદ-1માં બદલાવ કરવામાં આવે.આ અનુચ્છેદ અંતર્ગત નામ છે.તેમાં ભારત કે હિન્દુસ્તાન લખેલું હોવું જોઈએ.અરજીમાં કહેવાયું હતું કે અનુચ્છેદ 1માં ઈન્ડિયા શબ્દનો પ્રયોગ કરાયો છે.બ્રિટિશ રાજ ખત્મ થયા બાદ આ ઈંગ્લિશ નામને બદલીને ભારત નામ રજીસ્ટર્ડ હોવું જોઈએ.ભારતની ઓળખ સુનિશ્ચિત કરવા માટે અનુચ્છેદ 1માં બદલાવ થવો જોઈએ અને ભારત નામ ત્યાં રજીસ્ટર્ડ હોવું જોઠઈએ અને ઈન્ડિયા નામ હટાવી દેવાવું જોઈએ.મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસએ બોબડેની બેંચએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં કહ્યું કે અરજદારએ આ મામલામાં કોર્ટને કેમ અપ્રોચ કરી છે,જો કે સંવિધાનમાં સાફ લખાયું છે કે ઈન્ડિયા જે ભારત છે.અરજદારના વકિલે દલીલ કરી કે ઈન્ડિયા ગ્રીક શબ્દ ઈન્ડિકાથી આવ્યો છે અને આ નામને હટાવી દેવું જોઈએ. જ્યારે અરજદારએ સતત આ દલીલ મુકી અને સુપ્રીમ કોર્ટનો વિચાર અરજી સાંભળવા માટેનો ન લાગ્યો તો અરજદારે કહ્યું કે આ અરજીને પ્રતિવેદન તરીકે સંબંધિત મંત્રાલયના સામે મુકવાની પરવાનગી આપવામાં આવે,ત્યારે સુપ્રિમ કોર્ટે તેની પરવાનગી આપી દીધી હતી.