વલસાડ, 10 જૂન : વલસાડ જિલ્લામાં વાસ્મો દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓનું ક્રોસ ચેકિંગ કરાશે,તેમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠકમાં જિલ્લા કલેકટર આર.આર. રાવલે જણાવ્યું હતું.બેઠકને સંબોધતા કલેકટરશ્રી રાવલે જણાવ્યું હતું કે જિલ્લામાં તમામ લોકોને પાણી યોજના હેઠળ આવરી લેવાય તે મુજબની સઘન કામગીરી કરવી જરૂરી છે.દરેક વિભાગે વિવિધ યોજના સંકલનમાં રહી કરવામાં આવે તો પાણીના પ્રશ્નનો મહદ અંશે નિકાલ લાવી શકાય.દરેક યોજનાનું જાત નિરીક્ષણ કરી અમલવારી કરવા પણ જણાવ્યું હતું.
વાસ્મોના કાર્યપાલક ઇજનેરે પ્રેઝન્ટેશન દ્વારા વાસ્મો સંચાલિત યોજનાની જાણકારી આપી હતી.જિલ્લા જળ અને સ્વચ્છ્તા સમિતિની ગત બેઠકની કાર્યવાહી નોંધની બહાલી આપતાં વાસ્મો દ્વારા 341 ગામોના 1538 આવરી લેવાયા છે,જ્યારે નવી સુચિત ગ્રામ્ય પાણી પુરવઠા યોજના નલ સે જલ યોજના હેઠળ રૂા.511.19 લાખના ખર્ચે 30 ગામોમાં 30 યોજના મંજુર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.જિલ્લા કલેકટર આર.આર. રાવલે પાણી પુરવઠા વિભાગ,જળ સંચયના કામો, આયોજન મંડળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીય, પ્રાયોજના વહીટદારની કચેરી, આરોગ્ય વિભાગ, વન વિભાગની કામગીરીની સમીક્ષા કરી સી.એમ ડેસ્ક બોર્ડ અંગે વિવિધ પાસાઓની ચર્ચા વિચારણા કરી જરૂરી સુચનો કર્યા હતા.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર એન.એ. રાજપૂત, પ્રોબેશનર આઇ.એ.એસ. જાસ્મિનકુમારી, પ્રાંત અધિકારીશ્રીઓ તથા અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.