મુંબઈ: કોરોનાને કારણે પ્રોપર્ટી માર્કેટમાં મંદી હોવાનું મનાય છે.મંદી છે,પરંતુ વેચાણ સાવ તળિયે નથી ગયું.કેમ કે મુંબઈમાં રૂપિયા ૫૦ કરોડનો એક એવા બે ફ્લેટ વેચાયા હતા.
રાહુલ બજાજના ભત્રિજા ઉદ્યોગપતિ અનુરાગ જૈનૈ ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાઉથ મુંબઈના મોંઘા-મુલા પ્રોપર્ટી માર્કેટમાં આ ખરીદી કરી હતી. બન્ને ફ્લેટનો કુલ વિસ્તાર ૬૩૭૧ ચોરસ ફૂટ થાય છે.એટલે કે દરેક ચોરસ ફૂટ માટે જૈને અંદાજે ૧.૫૬ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. મુંબઈમાં થોડા દિવસ પહેલા રૂપિયા ૭૬.૩૦ કરોડમાં બે એપાર્ટમેન્ટ વેચાયા હતા.ઈન્ડસઇન્ડ બેન્કના પૂર્વ એમ.ડી. રોમેશ સોબ્તી અને તેમના પત્નીએ આ બે એપાર્ટમેન્ટ ખરિદ્યા હતા.જે બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ ખરીદ્યા છે એ ‘થર્ડી સિક્સ વેસ્ટ પ્રોજેક્ટ’ નામનો એપાર્ટમેન્ટ હજુ બની રહ્યો છે અને ઓબરોઈ રિઅલ્ટી દ્વારા બનાવાઈ રહ્યો છે.જુન મહિનાની આખરમાં આ ખરીદીના દસ્તાવેજો મહારાષ્ટ્ર સરકારમાં નોંધાયા હતા.
બન્ને એપાર્ટમેન્ટની કુલ સ્ટેમ્પ ડયુટી રૂપિયા ૪.૬૦ કરોડ જેવી થાય છે. જે કારમાઈકલ રેસિડન્સીમાં ફ્લેટ ખરિદ્યો એ ૨૨ માળનો એપાર્ટમેન્ટ છે.પંદરેક દિવસના ગાળામાં જ થયેલા આ બન્ને સોદાઓ ભારતના પ્રોપર્ટી ઇતિહાસના સૌથી મોંઘા ખરીદ-વેચાણ પૈકીના એક છે.જૂન મહિનામાં થયેલા સોદામાં જૈને પાંચ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડયુટી પેટે ચૂકવ્યા હતા. ૧૦૦ કરોડના બે ફ્લેટમાં આઠ કારના પાર્કિંગનો પણ સમાવેશ થાય છે.
જૈન ઓટોમોબાઈલ સ્પેરપાર્ટ્સના બહુ મોટા બિઝનેસમેન છે.તેઓ એન્ડયુરન્સ ટેકનોલોજી નામની કંપનીના એમ.ડી. છે.૨૦૧૯ના ફોર્બ્સ લિસ્ટમાં ભારતમાં તેઓ ૮૪મા ક્રમના ધનપતિ હતા.રમેશ સોબ્તીના એપાર્ટમેન્ટ અનુક્રમે ૩૯ અને ૪૦મા માળે આવેલા છે. બન્ને એપાર્ટમેન્ટનો કુલ બિલ્ટ અપ એરિયા ૧૨,૨૫૦ ચોરસ ફીટ થાય છે.
એપાર્ટમેન્ટ સાથે ૬ કારનું પાર્કિંગ પણ શામેલ છે. બિલ્ડિંગ આમ તો પુરું થવામાં છે,પરંતુ લોકડાઉનને કારણે અત્યારે કામ અટકી પડેલું છે.આગામી થોડા મહિનાઓમાં જ પજેશન મળી શકશે.અન્ય કેટલાક ખરીદદારોએ તો પોતાના ફ્લેટનો કબજો લઈ ઇન્ટિરિયર કામગીરી શરૂ કરી દીધી છે.આ ખરીદ-વેચાણને કારણે સ્થિર થયેલા દેશના રિઅલ્ટી માર્કેટમાં નવી આશાનો સંચાર થયો છે.સોબ્તી આ વર્ષે માર્ચમાં જ બેન્કમાંથી રિટાયર્ડ થયા છે. એ પછી એ દંપતિએ આ ફ્લેટ ખરીદ્યો હતો.દરેક ફ્લેટમાં ચાર બેડરૂમનો સમાવેશ થાય છે.