આગ્રા તા. ૩ : ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક એવો મામલો સામે આવ્યો છે,જેમાં એક ૨૨ વર્ષના યુવકને એવી મહિલા સાથે પ્રેમ થઈ ગયો જે ૭ બાળકોની માતા,૫ બાળકોની દાદી અને ૨ બાળકોની નાની છે.આ મહિલાની ઉંમર ૬૦ વર્ષની છે.
આ મામલો એત્માદ્દૌલાના પ્રકાશ નગરનો છે.આ મામલે એ સમયે ડ્રામા જોવા મળ્યો જયારે યુવકની પત્નીએ તેની સામે ફરિયાદ દાખલ કરી.તો મહિલાના પતિ અને દીકરાએ પણ ૨૨ વર્ષના યુવક વિરુદ્ઘ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરવા માટે પહોંચી ગયા અને તે દરમિયાન મહિલા પણ યુવકને છોડાવવા માટે ત્યાં પહોંચી ગઈ.ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં જ બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો.
પોલીસ સ્ટેશનમાં પણ ૬૦ વર્ષીય મહિલા અને યુવક લગ્ન કરવાની વાત કરવા લાગ્યા,બંનેનો પરિવાર તેમને સમજાવવા લાગ્યા,પણ બંને માનવા માટે તૈયાર નહોતા.આખરે પોલીસે બંનેને સમજાવવાની કોશિશ કરી.
પોલીસે યુવક અને મહિલાને બંનેના મેળ વિનાના સંબંધ બાબતે સમજાવ્યું.પણ તેઓ માનવા માટે તૈયાર જ ન થયા.મહિલાએ ઉલટાનું પોલીસને કહ્યું કે,યુવક તેનો પ્રેમી છે.પ્રેમ કરવો ગુનો નથી.આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
યુવક અને મહિલા ઘણીવાર કશુ પણ કહ્યા વિના ઘરેથી ગાયબ થઈ ચૂકયા છે.યુવકની પત્નીની ફરિયાદ પર પોલીસ તેને સાથે લઈને આવી હતી.ત્યાર બાદ તેની પાછળ મહિલા પણ ત્યાં યુવકને છોડાવવા માટે પહોંચી ગઈ.પોલીસની સામે મહિલાએ કહ્યું કે,પ્રેમ કરવો ગુનો નથી.ત્યાર બાદ પોલીસે યુવકને ચેતવણી આપી છોડી દીધો.