આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે, જે હવે ઘણી નજીક કહી શકાય.કોરોના વાયરસ મહામારીના પગલે સરકારે આ વર્ષે રિટર્ન ફાઇલ કરવાની તારીખ આગળ વધારવામાં આવી હતી,જેથી લોકોએ કોઇ પ્રકારની સમસ્યાની પરેશાનીનો સામનો ના કરવો પડે.તેવામાં જો તમે 30 નવેમ્બર બાદ તમારુ રિટર્ન ફાઇલ કર્યુ તો ભારે નુકસાન થઇ શકે છે.તેમાં છૂટનો લાભ નહી મળે અને દંડ પણ ભરવો પડી શકે છે.અમે આજે તમને રિટર્ન મોડુ ફાઇલ કરવા પર થતા નુકસાન વિશે જણાવી રહ્યાં છીએ.
લેટ ફાઇલિંગ ફીસ
ધારા 234 એફ અંતર્ગત લેટ ફાઇલિંગ ફિસ, AY 2018-19થી દાખલ રિટર્ન માટે લગાવવામાં આવે છે,જો નિશ્વિત તારીખ બાદ રિટર્ન ફાઇલ કરવામાં આવે છે.પરંતુ આકારણી વર્ષના 31 ડિસેમ્બર પહેલા 5000 રૂપિયા મોડુ રિટર્ન ફાઇલ કરવાનો ચાર્જ લેવામાં આવે છે.જો રિટર્ન 31 ડિસેમ્બરની તુલનામાં પછીથી ફાઇલ કરવામાં આવે છે, તો 10 હજાર રૂપિયા લેટ ફાઇલિંગનો દંડ ચુકવવો પડે છે.જો કે લેટ ફાઇલિંગના ચાર્જીસનુ પેમેન્ટ 1000થી વધુ ન હોઇ શકે,જો કુલ ઇનકમ 5 લાખ રૂપિયાથી વધુ ન હોય.
નહી મળે આ સેક્શનમાં છૂટનો લાભ
દંડની ચુકવણી કરવા ઉપરાંત,ટેક્સ પેયર્સે તે વર્ષ માટે કેટલીક છૂટ અને કપાત જતી કરવી પડશે.છૂટ અને કપાત જે આઇટીઆર મોડુ ફાઇલ કરવા પર ઉપલબ્ધ નહી હોય, તે નીચે આપવામાં આવ્યા છે.
તેમાં આવકવેરા કાયદાની ધારા-10A અને ધારા 10-B અંતર્ગત મળતી છૂટ નહી મળી શકે.ધારા 80A, 80AB, 80C, 80D અને 80E અંતર્ગત મળતી છૂટ પણ નહી મળે.મોડુ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના કારણે ટેક્સ પેયક્સને આવકવેરા કાયદાની ધારા- 80 AC, 80 BA, 80JJA, 80 JJAA, 80 LA, 80P, 80 PA, 80 QQB અને 80 RRB અંતર્ગત મળતા ડિડક્શનનો લાભ પણ નહી મળે.
ધારા 234A અંતર્ગત વ્યાજની છૂટ
આવકવેરા કાયદાની ધારા 234A અંતર્ગત કરદાતાને 1 ટકાના સાધારણ દરે દર મહિને વ્યાજ ચુકવવુ પડશે.