નવી દિલ્હી : નાણાં મંત્રાલયે બુધવારે જાહેર કર્યું છે કે,સરકાર પાસે નાણં ખૂટી ગયા છે,ખર્ચની જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર વર્તમાન નાણાકીય વર્ષના બીજા ભાગમાં રૂ. ૪.૩૪ લાખ કરોડની લોન લેશે.જે ભારતના દરેક માણસ દીઠ રૂ.૩૬૦૦ અને કુટુંબ દીઠ સરેરાશ રૂ.૧૮ હજારની લોન લેશે.આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજે કહ્યું કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ૧૨ લાખ કરોડ એકત્ર કરવાના લક્ષ્યાંક પર છે.તેમણે કહ્યું હતું કે સરકારે સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ છ મહિનામાં ૭.૬૬ લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી.બાકીના ૪.૩૪ લાખ કરોડ રૂપિયા ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં લેવામાં આવશે.ચાલુ નાણાકીય વર્ષના પહેલા ભાગમાં સરકારે ડેટ સિકયોરિટીઝ દ્વારા રૂ. ૯.૯૮ લાખ કરોડના કુલ ઋણના ૫૮ ટકા વધારવાનું લક્ષ્ય રાખ્યું હતું.
તેનાથી વિપરીત સરકારે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ૭.૬૬ લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી.જે કુટુંબ દીઠ રૂ.૩૫ હજાર થાય છે આમ ૬ મહિનાની અંદેર સરકારે નાગરિકોના માથે પોતે રૂ.૩૫ હજારનું દેવું કરી દઈને દેશને દાવાદાર તરફ ધકેલી દીધો છે.મે મહિનામાં,ધિરાણની મર્યાદા વધારીને ૧૨ લાખ કરોડ કરી દીધી છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ૨૦૨૦-૨૧માં બજારમાંથી કુલ ૭.૮૦ લાખ કરોડ રૂપિયાની લોન લેવાનું લક્ષ્ય રાખ્યું હતું. જે ૨૦૧૯-૨૦માં લેવામાં આવેલા ૭.૧ લાખ કરોડ રૂપિયાથી વધુ છે.નાણાકીય વર્ષને પહોંચી વળવા માટે સરકાર તારીખની સિકયોરિટીઝ અને ટ્રેઝરી બિલ દ્વારા બજારમાંથી લોન લે છે. બજેટમાં જીડીપીના ૩.૫ ટકાના નાણાકીય ખાધનો લક્ષ્યાંક મૂકયો છે,જે પાછલા નાણાકીય વર્ષના ૮.૮ ટકા કરતા ઓછો છે.
આ અગાઉ ભારત પર રૂ. ૪૪ હજાર અબજનું દેવું છે.સરકારોની આર્થિક નીતિથી દરેક કુટુંબ પર રૂ.૧.૬૦ લાખનો બોજ છે.માર્ચ ૨૦૨૦માં ભારતનું વિદેશી દેવું ઼ ૫૫૮.૫ અબજ (રૂ. ૪૩૫૬૩૦૦૦૦૦૦૦૦૦) થયું છે.દેશનું ૨.૮ ટકા એક જ વર્ષમાં વધી ગયું છે.માર્ચ -૨૦૧૮માં દેવું ૫૪૩ અબજ ડોલર હતું.વિદેશી વિનિમય ભંડારનું પ્રમાણ ૮૫.૫ ટકા હતું. એક વર્ષ અગાઉના ગાળામાં તે ૭૬ ટકા હતું.જે ભારતની ગરીબથી તવંગર એવી દરેક વ્યકિત પર રૂ.૩૧,૫૬૭નાં દેવું છે.દરેક કુટુંબ દીઠ ૧.૬૦ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે.