જાણીતા ઈકોનોમિસ્ટ અને પ્રોફેસર અરુણ કુમારનું કહેવું છે નું કહેવું છે કે અર્થવ્યવસ્થામાં સુધારાને લઈને સરકાર જેટલાં દાવા કરી રહી છે,તે ઝડપથી સુધારો થઈ રહ્યો નથી. શક્યતા છે કે ચાલુ નાણાકીય વર્ષ જે 31 માર્ચે ખતમ થનાર છે તેમાં ભારતીય ઈકોનોમીમાં 25 ટકાનો ઐતિહાસિક ઘટાડો જોવા મળે. અરુણ કુમારે કહ્યું કે, કોરોનાને કારણે સરકારનું બજેટ એસ્ટિમેટ પૂરી રીતે બગડી ગયું છે.તેવામાં તેમાં સુધારાની જરૂર છે. તેઓએ કહ્યું કે,હાલ સુધારાના સંકેત ફક્ત ઓર્ગેનાઈઝ્ડ સેક્ટરમાં જોવા મળી રહ્યા છે.જીડીપી અને રોજગારનો મોટો હિસ્સો અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર છે જ્યાં હજુ પણ સુધારાની શરૂઆત થઈ નથી.આ ઉપરાંત સર્વિસ સેક્ટરના અમુક મોટા અને મહત્વપુર્ણ ક્ષેત્રોમાં પણ સુધારાની શરૂઆત થઈ નથી.તેવામાં આર્થિક સુધારાને લઈ જેટલાં દાવા કરવામાં આવી રહ્યા છે,સચ્ચાઈ તેનાથી અલગ જ છે.
બે મહિના સુધી બધું ઠપ્પ રહ્યું
અરુણ કુમારે કહ્યું કે મારી ગણતરી કહે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટ માઈનસ 25 ટકા રહેશે.એપ્રિલ અને મે દરમિયાન બે મહિના સુધી સમગ્ર દેશમાં કડકપણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી અમુક મહિનાઓ માટે ફક્ત જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવી હતી.એટલે સુધી કે કૃષિ ક્ષેત્રમાં પણ એટલી તેજી નોંધાઈ શકી નથી.
સરકારે જૂના ડેટાના રિવિઝનની વાત કરી છે
અનુમાનની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં 7.5 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે.જ્યારે એન.એસ.ઓ.નું અનુમાન છે કે આ ઘટાડો 7.7 ટકા સુધી રહી શકે છે.એન.એસ.ઓ. મુજબ જૂન ત્રિમાસિકમાં દેશની અર્થવ્યસ્થામાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો હતો.સપ્ટેમ્બર ત્રિાસિકમાં આ ઘટાડો ઘટીને માઈનસ 7.5 ટકા રહ્યો હતો. કુમારનું કહેવું છે કે આ રિપોર્ટને લઈને સરકારે કહ્યું હતું કે તેમાં રિવિઝન કરવામાં આવશે.