ગુજરાતને તેની માંગ કરતાં ઓછું ઑક્સિજન મળી રહ્યું છે : કેન્દ્ર સરકારક

205

નવીદિલ્હી, તા.26 : દેશમાં કોરોના મહામારી વચ્ચે ઑક્સિજનનું સંકટ દિવસેને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ઑક્સિજન ન મળવાને કારણે દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે પરંતુ સરકારી કાગળો પર વિશ્ર્વાસ કરીએ તો દેશના 19 રાજ્યોમાં પૂરતી માત્રામાં ઑક્સિજન મળી રહ્યો છે.કેન્દ્રીય મંત્રીઓ અને સચિવો પણ 110 ટકા ઑક્સિજન ઉપલબ્ધ હોવાના ઠાલા દાવાઓ કરી રહ્યા છે.

મંત્રીઓના જણાવ્યા મુજબ દેશમાં ઑક્સિજનની બિલકુલ કમી નથી.રાજ્યોની માંગને પૂરી કરવામાં આવી રહી છે. રેલ મંત્રી પિયુષ ગોયલ પણ તાજેતરમાં જ 110 ટકા ઑક્સિજન હોવાનો દાવો કરી ચૂક્યા છે.જ્યારે 19 રાજ્યો તેની માંગ અનુસાર ઑક્સિજન મેળવી રહ્યા છે અને આ પૈકીના અમુક રાજ્યોને તો માંગ કરતાં વધુ ઑક્સિજન આપવામાં આવી રહ્યો છે.જ્યારે તામીલનાડુ,ગુજરાત અને હરિયાણા ત્રણ એવા રાજ્યો છે જ્યાં તેની માંગથી ઓછો ઑક્સિજન પહોંચી રહ્યો છે.

સરકારી કાગળો અનુસાર તામીલનાડુમાં 280 મેટ્રિક ટન ઑક્સિજનની પ્રતિદિન માંગ છે પરંતુ તેને 220 મેટ્રિક ટન જ મળી રહ્યો છે.જ્યારે ગુરાતમાં એક હજાર ટનની માંગ સામે 975 અને હરિયાણામાં 180 ટનની જગ્યાએ 160 મેટ્રિક ટનની ફાળવણી કરાઈ રહી છે.આ રાજ્યોની માંગને જ જોઈએ તો તામીલનાડુને 21.4, ગુજરાતને 2.5 અને હરિયાણાને અંદાજે 10 ટકા ઓછો ઑક્સિજન મળી રહ્યો છે.

Share Now