સુરત,તા.24 મે : સુરતમાં ત્રણ દિવસ પહેલા જ પનાસમાં છત તૂટી પડી હતી જેમાં માતા અને બાળકી ઘવાયા હતા જ્યારે રાંદેરમાં પણ જર્જરિત મકાન તૂટી પડયું હતું.શહેરમાં આવા ઘણી જગ્યાએ જર્જરિત મકાનો આવેલા હોય ચોમાસા માં કોઈ ઘટના ના બને તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત મિલ્કતોનો સર્વે કર્યો છે.મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 1392 જેટલી બિલ્ડીંગો જર્જરિત જોવા મળી હતી.કેટલીક જર્જરિત ઈમારતોને સમારકામ, જ્યારે કેટલીક ઈમારતોને તોડવા માટે નોટિસ આપવામાં આવી છે.જ્યારે 382 બિલ્ડિંગનું સ્ટ્રક્ચર હટાવવા માટે કહેવામાં આવ્યું છે.સૌથી વધારે જર્જરિત બિલ્ડીંગ 238 ઉધના અને રાંદેર ઝોનમાં છે.
બે દિવસ પહેલા જ સુરતના પનાસ અને રાંદેર વિસ્તારમાં પણ એક બિલ્ડીંગનો સ્લેબ પડી ગયો હતો.જેમાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમાં બાળકો પણ સામેલ હતા.જેથી પાલિકા હવે જર્જરિત બિલ્ડિંગો નો સર્વે શરૂ કર્યો છે.જેમાં અલગ-અલગ ઝોનમાં અલગ-અલગ મકાનો ના સર્વે કરવામાં આવ્યા હતા જેમાં સુરત મનપાની મિલકતોનો પણ સમાવેશ થાય છે.મહાનગરપાલિકાની પણ 116 જેટલી ઇમારતો જર્જરિત છે.તેમાંથી 52 બિલ્ડીંગને તોડવા માટે કહેવામાં આવ્યું છે.જર્જરિત બિલ્ડિંગો જેઓ ને સમારકામ કરવાનું કહેવામાં આવ્યું છે તેમાં વરાછા ઝોન એમાં 32,વરાછા બી માં 01,લીંબાયત ઝોનમાં 38,ઉધના ઝોનમાં 7,અઠવા ઝોનમાં 14,રાંદેર ઝોનમાં 11,સેન્ટ્રલ ઝોનમાં 204,કતારગામ ઝોનમાં 0 મિલકતો નો સમાવેશ થાય છે જ્યારે જે બિલ્ડિંગોને તોડવાનું કહેવામાં આવ્યું છે તેમાં વરાછા ઝોન એમાં 0,વરાછા બી માં 0 ,લીંબાયત ઝોનમાં 20,ઉધના ઝોનમાં 178,અઠવા ઝોનમાં 14,રાંદેર ઝોનમાં 42,સેન્ટ્રલ ઝોનમાં 85 ,કતારગામ ઝોનમાં 43 નો સમાવેશ થાય છે.