ટોલ પ્લાઝા પર જો ટ્રાફિક જોવા મળશે તો વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં.આ જાહેરાત NHAI દ્વારા કરવામાં આવી છે. NHAI દ્વારા બુધવારના રોજ બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, ટોલ પ્લાઝા પર પીક હવરમાં દરેક વાહનનો વેઇટિંગ ટાઈમ ઓછામાં ઓછો 10 સેકન્ડ કરી દેવામાં આવ્યો છે.બીજી મહત્ત્વની વાત એ છે કે, ટોલ પ્લાઝા પર ફાસ્ટ લાઈન ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ દેશના મોટાભાગના ટોલ પ્લાઝા પર વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને વાહનોની કતાર 100 મીટર સુધીની પણ રહેતી નથી.
આ જ કારણે નિર્ણય કરવામાં આવ્યો છે કે, ટોલ પ્લાઝા પર વાહનોની કતાર 100 મીટર કરતા વધુ થઈ જાય તો જ્યા સુધી વાહનો 100 મીટરની અંતરમા ન આવે ત્યાં સુધી વાહનોનો ટોલટેક્ષ લેવામાં આવશે નહીં અને આ જ કારણે હવે દરેક ટોલ બૂથ પર 100 મીટરના અંતરે એક પીળા કલરની લાઈન દોરવામાં આવશે અને આ જવાબદારી ટોલ ઓપરેટરના શિર પર નાખવામાં આવી છે.હવે ટોલ પ્લાઝા પર 100 મીટર કરતાં વધારે લાંબી લાઈન જોવા મળશે તો વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં.મહત્ત્વની વાત છે કે 2021 ફેબ્રુઆરીમાં રોજ NHAI દ્વારા ફાસ્ટેગને ફરજિયાત કરવામાં આવ્યુ હતું અને તેના કારણે ટોલ પ્લાઝા કેસલેશ થયા છે.હાલમાં 752 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બન્યા છે અને તેમાંથી 575 ટોલ પ્લાઝા NHAI છે.બુધવારે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી તે વ્યવસ્થા ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક ટોલ કનેક્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.ફાસ્ટેગ વાહનના ડ્રાયવર અને ટોલ પ્લાઝા પર કામ કરતા કર્મચારીઓ વચ્ચે સંપૂર્ણ સામાજિક અંતર પ્રદાન કરે છે અને ફાસ્ટ અમલમાં મૂકીને NHAI દ્વારા સલામત,આરામદાયક અને ટ્રાફિક જામ મુક્ત મુસાફરી કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે.
મહત્ત્વની વાત છે કે, ફાસ્ટેગ જ્યારે અમલમાં ન હતું તે સમયે ટોલ પ્લાઝા પર લોકોને લાઇનમાં ઊભા રહીને ટોલ ટેક્ષ ભરવો પડતો હતો.જેના કારણે ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સમસ્યા પર સામે આવતી હતી.પરંતુ હવે ફાસ્ટેગ અમલી થતાં વાહન ચાલકોને ટોલટેક્ષ પર પોતાનું વાહન ઊભું રાખવું પડતું નથી.ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલું સ્કેનિંગ મશીન વાહન પર લાગેલા કોડને સ્કેન કરી લે છે અને વાહન ચાલકના ખાતામાંથી ટોલટેક્ષ કપાઈ જાય છે.જેથી ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ થતો નથી.