– નીરા રાડિયાએ અસંખ્ય ક્લાયન્ટને ગેરકાયદે કંપનીઓનું સેટઅપ ગોઠવી આપ્યું હતું
– મલ્ટીપલ એજન્સીઓ પેન્ડોરા પેપર્સની તપાસ કરશે : કેન્દ્ર
નવી દિલ્હી : અનિલ અંબાણીએ એક તરફ બ્રિટનની કોર્ટમાં નાદારી નોંધાવી હતી. બીજી તરફ તેના નામે 1.3 અબજ ડોલરનું માતબર રોકાણ ઓફશોર કંપનીઓમાં બોલતું હોવાનો દાવો આ પેપર્સમાં થયો હતો.ઘણી કંપનીઓમાં તેનું રોકાણ હોવાનું ઈન્વેસ્ટિગેશનમાં જણાયું હતું.
ચીનની બેંકના મુદ્દે બ્રિટનમાં નાદારી નોંધાવનારા અનિલ અંબાણીએ બ્રિટિશ વર્જિનિયન આઈસલેન્ડ,સાઈરસ વગેરે ટેક્સ હેવનમાં રોકાણ કર્યું હતું.ઓછામાં ઓછી 18 કંપનીઓમાં અનિલ અંબાણીનું રોકાણ જણાયું હતું.આ સેટઅપ 2007થી 2010 દરમિયાન ગોઠવાયું હતું. એટલે કે 13-14 વર્ષ પહેલાં અનિલ અંબાણીએ એ કંપનીઓમાં રોકાણ શરૂ કર્યું હતું.
કોર્પોરેટ લોબિઈસ્ટ નીરા રાડિયાનું નામ વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે.નીરા રાડિયાએ ઘણાં ક્લાયન્ટનું સેટઅપ ગોઠવી આપ્યું હતું.મારો સીધો સંપર્ક ન કરવો,પરંતુ ડાઈરેક્ટ રોકાણ કરાવી દઈશ.એવું કહીને નીરા રાડિયાએ ઘણી લોકોનું રોકાણ કરાવી આપ્યું હતું.અગાઉ પનામા પેપર્સ અને પેરેડાઈઝ પેપર્સમાં પણ નીરાની સંડોવણી ખુલી હતી.ડઝનેક ઓફશોર કંપનીઓમાં તે ટ્રાન્ઝેક્શન કરાવી આપતી હતી.ઈિર્થમા એસોસિએટ્સ લિમિટેડ,રોક્સબરી એસ્ટેટ લિમિટેડ,ઈલ્મેશ હોલ્ડિંગ્સ લિમિટેડ,કિંગ્સ્ટન ઈન્ટરનેશનલ લિમિટેડ વગેરે સાથે નીરાની સંડોવણી હતી.
સચિન તેંડુલકર,અનિલ અંબાણી,જેકી શ્રોફ જેવા નામ પેન્ડોરા પેપર્સમાં ખુલ્યા પછી કેન્દ્ર સરકારે એક નિવેદનમાં તપાસની ખાતરી આપી હતી.નાણા મંત્રાલયના અિધકારીઓએ કહ્યું હતું કે મલ્ટિ એજન્સીની ટીમ આ કૌભાંડની તપાસ કરશે.
રીઝર્વ બેંક, ઈડી,આવકવેરા વિભાગ જેવી એજન્સીઓના અિધકારીઓની એક સંયુક્ત ટીમનું ગઠન કરાશે અને એ આ ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે.આ ટીમનું નેતૃત્વ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટ ટેક્સીસના ચેરમેન કરશે.તપાસના અંતે જો કૌભાંડ જણાશે તો આકરા પગલાં લેવાશે એવું પણ નાણા મંત્રાલયના અિધકારીએ જણાવ્યું હતું.
પેન્ડોરા પેપર્સમાં શું માહિતી રજૂ કરવામાં આવી છે?
પેન્ડોરા પેપર્સમાં જણાવવામાં આવ્યું છે કે વિખ્યાત અને ધનિક હસ્તીઓ એસ્ટેટ પ્લાનિંગ માટે કેવી રીતે બહુસ્તરીય ટ્રસ્ટ માળખું રચે છે.કરવેરાની છટકબારીઓનો લાભ લઇને જે તે દેશોમાં આ નાણાં ઠાલવવામાં આવે છે પણ તેમના કડક પ્રાઇવસી કાયદાને કારણે તેની વિશે કોઇને જાણ થતી નથી.
ટ્રસ્ટ સૃથાપવાના ઘણાં કારણો હોય છે પણ આ પેપર્સને તપાસતાં સમજાય છે કે આ પ્રકારના ટ્રસ્ટ સૃથાપવાનો હેતુ બેવડો હોય છે.એક, તેઓ તેમની ઓળખ છુપાવે છે અને આ ઓફફશોર કંપનીઓથી તેઓ સલામત અંતર રાખે છે.તેથી કરવેરા અિધકારીઓ માટે તેમના સુધી પહોંચવું અશક્ય બની રહે છે.
બે, તેઓ તેમના મૂડીરોકાણને સલામત રાખવા આ ટ્રસ્ટનો ઉપયોગ કરે છે.રોકડ નાણાં,શેરહોલ્ડિંગ,રિઅલ એસ્ટેટ,કળાકૃતિઓ,વિમાનો અને યાચને લેણદારો અને કાયદાનો અમલ કરાવનારી એજન્સીઓના હાથમાં જતાં બચાવવા માટે તેમને આ ટ્રસ્ટમાં રાખવામાં આવે છે.
ટ્રસ્ટનો પેન્ડોરા પેપર્સમાં કેવો ઉપયોગ થયો?
ટ્રસ્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાં કશું ગેરકાનુની નથી.ઘણીવાર પિતા કંપનીનો હિસ્સો પરિવારમાં જ રહે તે માટે ટ્રસ્ટનો ઉપયોગ કરે છે.દાખલા તરીકે પ્રમોટર પિતાને ચાર સંતાનો હોય તો તેઓ તેમને શેર ફાળવે ત્યારે શરત મુકે છે કે તેઓ શેરના માલિક ખરા અને તેની ડિવિડન્ડની આવક પણ તેમની પણ જ્યારે તેઓ આ હિસ્સો વેચવા જાય ત્યારે તેમણે પહેલાં ત્રણ સંતાનોને તે વેચવાની ઓફર કરવી પડે.
જો આ ત્રણ સંતાનો તે હિસ્સો ખરીદવાની ના પાડે તો જ બહારની વ્યક્તિને તે હિસ્સો વેચી શકાય. આમ,કંપનીની માલિકી પરિવારમાં જ જળવાઇ રહે છે. પરંતુ ટ્રસ્ટનો ઉપયોગ ગેરકાયદે મેળવાયેલી સંપત્તિઓને સાચવવા,કરચોરી કરવા અને કાયદાના અમલદારોથી સંપત્તિનું રક્ષણ કરવાના ઉપકરણ તરીકે પણ થાય છે.
ઘણીવાર લેણદારો ટ્રસ્ટમાં મુકવામાં આવેલા તેમના નાણાં પરત મેળવી શકતાં નથી. ઘણીવાર ટ્રસ્ટમાં મુકવામાં આવેલા નાણાંનો ઉપયોગ ગુનાઇત પ્રવૃત્તિઓ કરવા માટે પણ થાય છે.ઓફફશોર ટ્રસ્ટ સૃથાપવાના ઇરાદા પર ઘણું અવલંબે છે.જો કરવેરા અિધકારીઓ ટ્રસ્ટ બદઇરાદાપૂર્વક સૃથાપવામાં આવ્યું હોવાના પુરાવા રજૂ કરે તો અદાલતો કરવેરા વિભાગોને સહકાર આપવાનું વલણ ધરાવે છે.
પેન્ડોરા પેપર્સની તપાસ દરમ્યાન જે થોડા ભેદી કારણોસર ટ્રસ્ટ સૃથાપવામાં આવે છે તેની વિગતો રસપ્રદ છે.એક, સંપત્તિઓ વચ્ચે અંતર જાળવવા માટે.બિઝનેસપર્સન ઓફફશોર ટ્રસ્ટની સૃથાપના તેની પર્સનલ એસેટથી અન્ય સંપત્તિનું અંતર રહે તે માટે સૃથાપે છે. સેટલર્સનો ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંપત્તિ પર કોઇ અંકુશ હોતો નથી.આ રીતે લેણદારો સામે પોતાની સંપત્તિનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટનો ઉપયોગ થાય છે.
ઉદાહરણથી સમજીએ તો રિઅલ એસ્ટેટ પ્રમોટર એક ઓફ્ફશોર ટ્રસ્ટની સૃથાપના કરે છે. તે થોડી સંપત્તિઓ ધરાવતી ચાર ઓફ્ફશોર કંપનીઓનો વહીવટ કરે છે.હવે કોઇ કારણસર આ પ્રમોટરની કંપનીને નાદારીના કાયદા હેઠળ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં લઇ જવામાં આવે તો લેણદારો આ પ્રમોટર દ્વારા ટ્રસ્ટમાં ફેરવવામાં આવેલી સંપત્તિને હાથ પણ લગાડી શકે નહીં.
પેન્ડોરાસ બોક્સની કથા
ગ્રીક કવિ હેસિઓદ દ્વારા િથયોગોની અને વર્કસ એન્ડ ડેઝમાં વર્ણવવામાં આવેલી દંતકથા અનુસાર દેવોના રાજા ઝિયસ પાસેથી પ્રોમેિથયસે અગ્નિ ચોરી લીધો હતો અને તે માનવોને આપ્યો હતો.પ્રોેમેિથયસને સજા કરવા માટે ઝિયસે પેન્ડોરાનું સર્જન કર્યું હતું.અને તે પ્રોમેશિયસના ભાઇ એપિમેથસને ભેટ આપ્યું હતું.એપિમેથસે પેન્ડોરા સાથે લગ્ન કર્યા હતા.ઝિયસે પેન્ડોરાના જારમાં તમામ દુષ્ટ ચીજો ભરી હતી.પેન્ડોરાને કહેવામાં આવ્યું હતું કે તેણે કદી આ જાર ખોલવો નહીં પણ પેન્ડોરાએ આ જાર ખોલ્યો અને તેમાંથી લોભ,ઇર્ષ્યા,ગરીબી,યુદ્ધ અને મોત છટકી ગયા પણ એક ચીજ તેમાં રહી ગઇ તે આશા.આજે પણ તમામ દુ:ખો ભોગવતી વખતે માણસ આશા છોડતો નથી.આમ, તમામ દુષ્ટ ચીજો જેમાં સમાવાયેલી છે તે પેન્ડોરાના બોક્સ સાથે આ પેપર્સને સરખાવવામાં આવ્યા છે.
પનામા અને પેરેડાઇઝ પેપર્સ કરતાં પેન્ડોરા પેપર્સ કેવી રીતે અલગ પડે છે?
પનામા પેપર્સમાં વ્યક્તિઓ દ્વારા સૃથાપવામાં આવેલી ઓફ્ફશોર કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.જ્યારે પેરેડાઇઝ પપર્સમાં કંપનીઓ દ્વારા ઉભી કરવામાં આવેલી ઓફ્ફશોર કંપનીઓની વિગતો જાહેર કરાઇ હતી.આ ઓફ્ફશોર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ,આતંકવાદને ભંડોળ પુરૂ પાડવું અને કરચોરી થતી હોવાનું ખૂલ્યા બાદ તેમની પર ગાળિયો કસવામાં આવ્યો હતો.એ પછી બિઝનેસ દ્વારા નવી સિૃથતિનો સામનો કેવી રીતે કરવામાં આવ્યો તે પેન્ડોરા પેપર્સમાં ઉઘાડું પાડવામાં આવ્યું છે. પેન્ડોરા પેપર્સમાં કોર્પોરેટ પર્દાફાશ કરીને ટ્રસ્ટોનો કેવી રીતે આ ઓફ્ફશોર કંપનીઓ સાથે બિઝનેસ ફેમિલિઓ તથા અતિ શ્રીમંત લોકોની સંપત્તિઓને સાચવવા માટે ઉપયોગ કરવામાં આવે છે તે દર્શાવ્યું છે.