– પોરબંદરમાં લાલબત્તી ધરતો કિસ્સો સોશ્યલ મીડિયાનાં માધ્યમથી અજાણી યુવતીના નામે ફ્રેન્ડશિપ કરીને ધાક-ધમકી આપવા લાગેલા ઈસમનું કારસ્તાન
પોરબંદર, : પોરબંદરના યુવાન સાથે ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડશિપ કર્યા બાદ નિર્વસ્ત્ર કરી સ્ક્રિન રેકોર્ડિંગ દ્વારા બ્લેકમેઈલ કરવામાં આવ્યો અને આ બાબત વિદ્યાર્થી સંગઠનને ધ્યાને આવતા તેની ટીમે યુવા પેઢીને સોશ્યલ મીડિયામાં સાયબર ક્રાઈમનો ભોગ બને નહીં તે માટે જાગૃતિ ઝુંબેશ આરંભી છે.
હાલ સોશ્યલ મીડિયામાં ઘણી બધી ફેક આઈ.ડી.ના નામે યુવાનો, વિદ્યાર્થીઓ છેતરાઈ રહ્યા છે.તેમની પાસેથી પૈસા પડાવવાના ધંધા ચાલી રહ્યા છે.ત્યારે પોરબંદરનો એક યુવાન આ બાબતમાં ફસાયો છે. ફેસબુકમાં ફેક આઈ.ડી.બનાવીને યુવાનોને ફસાવવામાં આવી રહ્યા છે.પોરબંદરના યુવાન સાથે પણ એવું કરવામાં આવ્યું છે. ફેસબુધમાં નેહા પટેલના નામની આઈ.ડી.બનાવી તેમની સાથે વાત કરી હતી. આથી યુવાનને એવું જણાયું કે તે આઈ.ડી.યુવતીની છે.તેથી તેની સાથે તે ઘણીબધી વાત કરવા લાગ્યો હતો. તેના ફોન નંબર માગી તેમની સાથે વીડિયો કોલમાં વાત કરવાનું કહી નિર્વસ્ત્ર થવા કહેવાયું હતું. આથી આ યુવાન તેની સામે નિર્વસ્ત્ર થતાં તેનું સ્ક્રિન રેકોર્ડિંગ કરી લેવાયું હતું.
ત્યારબાદ તે યુવાનને અલગ-અલગ નંબર પરથી કોલ કરીને કહેવામાં આવ્યું કે તે 12946 રૂ. તેમના ખાતામાં જમા કરવામાં નહીં આવે તો તેનો જે વીડિયો છે તે યુટયુબ પર અપલોડ કરવામાં આવશે. દિલ્હી સાયબરમાંથી બોલું છું,એવા ખોટા ફોન પણ કરાયા હતા.જેથી એ યુવાને જે નંબરમાંથી ફોન આવ્યો હતો.તેમાં વાત કરી ત્યારે એવું કહ્યું કે હું દિલ્હી સાયબરમાંથી બોલુ છું.તમને એક નંબર આપુ તે યુટયુબના હોય તેમની સાથે વાત કરી તેમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો તો એ વીડિયો ડિલિટ કરશ,નહીંતર તમારા પર લિગલ ફરિયાદ થશે અને એવું કહી છેતરવાનો પ્રયાસ કર્યો હતો.
યુવાનની માતા,પિતા,બહેનને વીડિયો! મોકલાયો
બ્લેકમેઈલર તત્વોએ યુવાનો નિર્વસ્ત્ર વીડિયો સ્ક્રિન રેકોર્ડ કરી લીધા પછી કોઈપણ રીતે પરિવારજનોના મોબાઈલ નંબર મેળવીને માતા,પિતા અને બહેનને મોકલીને ‘તુમ્હારે લાડલે કે કારનામે દેખો’ કહીને મેસેજ મોકલવામાં આવતા પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠયા હતા.પરંતુ પછી આ વિદ્યાર્થી બ્લેકમેઈલ થતો હોવાથી તેનો સાથ આપ્યો હતો.