અમદાવાદ, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ અસોસિએશન દ્વારા બુધવારે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે તેમને પ્રોજેક્ટ કોસ્ટમાં કાચા માલના વધતા ભાવોને અનુરૂપ 5% સુધીનો વધારો કરવા માટે સરકાર તરફથી મંજૂરી મળી છે.
બાંધકામ માટેના સ્ટીલ,સિમેન્ટ,કાંકરી,ઈંટો અને અન્ય સામગ્રીના વધતા ભાવને પગલે અસોસિએશનના સભ્યો ભાવ વધારવા માટે બાંધકામ કરારમાં સુધારો કરવા માટે લોબિંગ કરી રહ્યા હતા.
“કાચા માલના વધતા ભાવોને અનુરૂપ બાંધકામ ખર્ચમાં વધારો કરવાની અમારી વિનંતીઓ પર ધ્યાન આપવા બદલ અમે રાજ્ય સરકારના આભારી છીએ.અસોસિએશનના પ્રમુખ અરવિંદ પટેલે જણાવ્યું કે, RBI બુલેટિન પર જારી કરાયેલા ભાવોને અનુરૂપ ભાવવધારો કરવામાં આવશે.
રાજ્ય સરકારે બાંધકામ ખર્ચને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે પ્રમાણભૂત બિડિંગ દસ્તાવેજની દરખાસ્ત પણ સ્વીકારી છે.