નવી દિલ્હી : લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે આગામી આર્મી ચીફ હશે.ભારતીય સેનાના વડા તરીકે તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે.આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ એન્જિનિયર અધિકારી છે. મનોજ મુકુંદ નરવણે પછી લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે આર્મીમાં સૌથી વરિષ્ઠ અધિકારી હતા.હાલમાં જનરલ મનોજ પાંડે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ છે.તેઓ જનરલ નરવણેનું સ્થાન લેશે જેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે.છેલ્લા ત્રણ મહિના દરમિયાન સેનાના કેટલાક અધિકારીઓ નિવૃત્ત થયા છે, જેના કારણે લેફ્ટનન્ટ જનરલ પાંડે વરિષ્ઠતામાં ટોચ પર આવ્યા છે.હાલમાં, તેઓ જનરલ એમએમ નરવણે પછી સૌથી વરિષ્ઠ અધિકારી છે. તાજેતરમાં જ આર્મી ટ્રેનિંગ કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા, લેફ્ટનન્ટ જનરલ સીપી મોહંતી અને લેફ્ટનન્ટ જનરલ વાયકે નિવૃત્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન બાદ ચીફ ડિફેન્સ ચીફનું પદ હજુ પણ ખાલી છે.આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ હશે તે અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.જણાવી દઈએ કે જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા અને અન્ય 12 સૈન્ય અધિકારીઓ 8 ડિસેમ્બર 2021ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.તાજેતરમાં, જનરલ બિપિન રાવતને મરણોત્તર દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
લે.જનરલ મનોજ પાંડે આગામી આર્મી ચીફ બનશે
Leave a Comment