નવી દિલ્હી : ભારતમાં પંદર રાજ્યોમાં દસ જુને યોજાનારી રાજ્યસભાની ૫૭ બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ત્રણ જુન જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ચર્ચા અને રાજકીય ગણતરીઓ જોર પકડી રહી છે.આંધ્ર પ્રદેશ,તેલંગણા,તમિલનાડુ,પજાબ,ઉત્તરાખંડ,બિહાર અને મધ્ય પ્રદેશમાં મોટાભાગે ઉમદવારો બિનહરિફ ચૂંટાઇ આવે તેેવી સંભાવનાઓ છે.પણ ત્રણ જુને ઉમેદવારી પાછી ખેંચવાના આખરી દિવસ બાદ ચિત્ર વધારે સ્પષ્ટ થશે.બીજી તરફ મહારાષ્ટ્ર,યુપી અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ તમામ ચાલાકીઓ અપનાવી તેમના ઉમેદવારોને જીતાડવા માટે જાતજાતના ખેલ કરશે.
મહારાષ્ટ્રમાં જુલાઇમાં રાજ્યસભાની છ બેઠકો ખાલી પડશે.મહારાષ્ટ્ર વિકાસ આઘાડી-એમવીએ દ્વારા ત્રણ બેઠક પર ઉમેદવારો નક્કી છે.શિવસેનાએ સંજય પવાર અને સંજય રાઉતના ઉમેદવારીપત્રો ભરી દીધા છે જ્યારે એનસીપી તરફથી પ્રફુલ્લપટેલની ઉમદવારી લગભગ નક્કી છે. ભાજપના બે ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પિયૂષ ગોયલ લગભગ નક્કી છે.પક્ષઅને તેના સાથી પક્ષોની સભ્ય સંખ્યા ૧૨૫ છે.જુન અને ઓગસ્ટ દરમ્યાન ૧૧ બેઠકો ખાલી પડવાની છે.ભાજપ માટે આઠ બેઠકો જીતવી મુશ્કેલ છે છતાં પક્ષે તમામ તૈયારી કરી છે.બીજી તરફ સપા ત્રણ બેઠક જીતશે અને ચોથી બેઠક માટે ઉમેદવાર ઉભો રાખી ભાજપને આઠમી બેઠક સરળતાથી ન મળે તેવો ખેલ કરશે.રાજસ્થાનમાં પણ રસપ્રદ સ્થિતિ છે.૨૦૦ સભ્યની વિધાનસભામાં કોંગ્રેસના ૧૦૮ અને ભાજપના ૭૧ અને તેનાસાથી આરએલપીના ત્રણ સભ્યો તથા ૧૩ અપક્ષો છે.જુલાઇમાં ચાર બેઠકો ખાલી પડવાની છે.કોંગ્રેસ બે બેઠકો અને ભાજપ એક બેઠક જીતશે તે નક્કી છે.ચોથી બેઠક જીતવા માટે ૪૧ પ્રથમ પ્રેફરન્સ વોટની જરૂર છે.આનો અર્થ એ કે કોંગ્રેસ પાસે ૨૬ અને ભાજપ પાસે ૩૦ મતો વધારાના હશે.૧૩અપક્ષો પણ મહત્વની ભૂમિકા ભજવશે.