અમદાવાદ : આ વર્ષે કેરળમાં ચાર દિવસ વહેલું નૈઋત્યના ચોમાસાનું આગમન થયુ છે.હવે ગુજરાતના ખેડૂતોને પણ ચોમાસાની વધુ રાહ જોવી નહીં પડે.રાજ્યમાં 20 જૂન એટલે કે મહિનાના ત્રીજા સપ્તાહમાં ચોમાસાનું આગમન થાય તેવી વકી છે.હવામાન વિભાગ આગામી 48 કલાકમાં અભ્યાસ કરીને ચોમાસાની તારીખ નક્કી કરશે.બીજી બાજુ રાજ્યના દરિયાકાંઠે હવાની ઝડપ 50 કિ.મી.પ્રતિ કલાક રહી શકે છે. જેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.રાજ્યના હવામાન વિભાગે પહેલી જૂન સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.કચ્છ,મુન્દ્રા,નવા કેડલા,જખૌ,નવલખી, જામનગર, ઓખા,સલાયા,પોરબંદર સહિતના દરિયામાં 40થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.પવનની ઝડપ 60 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી પણ સંભાવના રહેલી છે.