– અમુલ બાદ સુમુલે પણ દૂઘના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો
– અમુલ ગોલ્ડનો લિટરનો રૂ.64 અને અમુલ શક્તિનો લિટરનો ભાવ રૂ.58 થયો
રાજ્યમાં મોંઘવારીએ માંજા મુકી છે.એક પછી એક કરીને દરેક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો નોંધાઇ રહ્યો છે.ત્યારે સુરતની સુમુલ ડેરીએ પણ દુધના ભાવમાંવધારો કર્યો છે.સુમુલ ડેરીએ દુધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે.જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે.એક તરફ તેલના ભાવ આસમાને તો બીજી તરફ દૂધના ભાવમાં પણ વધારો થયો છે.એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકે ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ અમૂલ બાદ દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત સુમુલ ડેરીએ પણ દૂઘના ભાવમાં વધારો કર્યો છે.સુમુલ ડેરીએ દૂધમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે.જેથી અમુલ ગોલ્ડનો લિટરનો ભાવ રૂ.64 અને અમુલ શક્તિનો લિટરનો ભાવ રૂ.58 થયો છે. આ નવો ભાવ આજથી લાગુ થઇ જશે.પેટ્રોલ-ડીઝલ,ગેસ અને શાકભાજીના ભાવોમાં વધારા પછી હવે દુધનાભાવમાં પણ વધારો થયો છે.ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.
તહેવારોની સીઝન ચાલુ થતાં જ મધ્યમ વર્ગ પર મોંઘવારીની બેવડી માર પડી છે.અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ અદાણીએ CNG અને PNG ગેસના ભાવમાં વધારો કર્યો હતો.અને ત્યાર બાદ ખાદ્ય તેલના ભાવમાં પણ તોંતિગ વધારો થયો હતો. ત્યારે આજે ત્યારે આજે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો નધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યા બાદ અન્ય દૂધ ઉત્પાદક કંપનીઓએ પણ દૂધના ભાવમાં વધારો કરી રહી છે.અગાઉ બરોડા ડેરીએ પણ દુધના ભાવમાં વધારો કર્યો હતો.અને આજે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે.જેથી હવે સુરતની જનતાએ મોંઘવારીનો વધુ એક માર માર પણ સહન કરવો પડી રહ્યો છે