7 નકલી IT અધિકારી પકડાયા

139

– નકલી IT અધિકારીઓએ વેપારીના ઘરમાંથી તપાસના નામે હાથ ફેરો કર્યો
– 60 લાખ રોકડ, દોઢ કિલો સોનું લઈ ફરાર થયેલા આરોપીઓને પકડી પડાયા
– રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફિલ્મી સ્ટાઈલે ઘટનાને અંજામ અપાયો

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક અજીબ ઘટના સામે આવી છે.અહીં 7 લોકોએ ફિલ્મ ‘સ્પેશિયલ 26’ની ની સ્ટાઈલમાં નકલી ઈન્કમટેક્સ અધિકારી બની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તેમનો આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.આ ઘટનામાં જયપુર પોલીસે સાત આરોપીઓની ધરકપકડ કરી લીધી છે. આરોપીઓએ તાજેતરમાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

નકલી IT અધિકારીઓ પર વેપારીને પણ શંકા ન ગઈ

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ 24 ઓગસ્ટના રોજ સૂરજપોલ અનાજ માર્કેટ રોડ પર ગયા હતા અને અહીં તેઓ એક લોટના વેપારીના ઘરમાં આવકવેરા અધિકારી તરીકે ઘૂસ્યા હતા.આરોપીઓ એવી રીતે સંપૂર્ણ રીતે તૈયાર થઈને આવ્યા કે વેપારીને પણ આ નકલી ઈન્કમટેક્સ અધિકારી પર શક ન પડ્યો.આ આરોપીઓએ નકલી અધિકારીનું રૂપ પણ ધારણ કર્યું અને વેપારીના આખા ઘરની તપાસ પણ કરી અને પછી 60 લાખ રૂપિયા રોકડા અને 1.5 કિલો સોનું અને ચાંદી લઈને ફરાર થઈ ગયા.એજન્સી અનુસાર આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાં રેહાન ખાન (33), અમન સિંહ (27), અશોક કુમાર (50), સંજય પંચાલ (35), નિશા પંચાલ (33), મુઝફ્ફર અલી (29) અને વસીમ ઉર્ફે સમીર ઉલ્લાનો સમાવેશ થાય છે.

આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા

અધિક પોલીસ કમિશનર અજયપાલ લાંબાએ જણાવ્યું કે, આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓને જયપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.અજયપાલ લાંબાએ જણાવ્યું કે આરોપીઓ પાસેથી 9 લાખ રૂપિયા રોકડા, કેટલાક ઘરેણાં અને ગુનામાં વપરાયેલ વાહન મળી આવ્યું છે.તેમણે કહ્યું કે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા અને બાકીની વસ્તુઓ રિકવર કરવા માટે પૂછપરછ ચાલી રહી છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

Share Now