વિપ્રોનો માર્ચ ૨૦૨૦ ક્વાર્ટરનો દેખાવ ધારણા મુજબ છે.કોરોના વાઇરસની મહામારીથી કંપનીના દેખાવને અસર થઈ છે.દેશની ચોથા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની વિપ્રોએ આગામી ક્વાર્ટર્સમાં કાર્યકારી મૂડીની ઊંચી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખર્ચ કપાતના નોંધપાત્ર પગલાંનો સંકેત આપ્યો છે.કંપનીએ તેની પરંપરા વિરુદ્ધ જઈને જૂન ક્વાર્ટર માટે આવકનું કોઇ ગાઇડન્સ આપ્યું નથી,પરંતુ અમેરિકા અને યુરોપમાં કોરોના મહામારીને કારણે બિઝનેસ પ્રવૃત્તિને અસર થઈ હોવાથી વિપ્રાનો નાણાકીય દેખાવને મોટી અસર થવાની ધારણા છે.આ બંને બજારોએ ૨૦૧૯-૨૦ની ૮,૨૫૬.૨ મિલિયનની આઇટી સર્વિસિસની આવકમાં આશરે ૮૩ ટકા યોગદાન આપ્યું હતું.
માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આઇટી સર્વિસિસ ડિવિઝનની આવક ૨,૦૭૩.૭ મિલિયન ડોલર રહી હતી, તેમાંથી માત્ર ૦.૭ ટકાને કોરોનાની અસર થઈ હતી.કંપનીનું સંચાલકીય માર્જિન ૮૦ બેસિસ પોઇન્ટ્સ ઘટીને ૧૭.૬ ટકા થયું હતું.કેટલાંક એનાલિસ્ટ્સને તેમાં આશરે ૨૦૦ બેસિસ પોઇન્ટ્સના ઘટાડાની ધારણા હતી.કંપનીના ડિજિટલ પ્લેટફોર્મમાં ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ દરમિયાન સુધારો થયો છે. માર્ચ ૨૦૨૦ ક્વાર્ટરમાં તેની આવકનો હિસ્સો વધીને ૪૧ ટકા થયો હતો,જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ૩૫ ટકા હતો. જોકે કસ્ટમર એકાઉન્ટમાં ગ્રોથ ધીમો રહ્યો છે.ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ૫૦ અબજ ડોલરથી વધુના બિલ સાથેના ગ્રાહકોની સંખ્યા લગભગ સ્થિર રહી છે.
અગાઉના ત્રણ ક્વાર્ટરમાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં ત્રિમાસિક ધોરણે વધારો થયો હતો.પરંતુ માર્ચ ૨૦૨૦ ક્વાર્ટરમાં કર્મચારીની સંખ્યામાં ઘટાડો થયો છે.માર્ચ ૨૦૨૦ ક્વાર્ટરમાં કર્મચારીની સંખ્યા અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં ૪,૪૩૨ ઘટીને ૧,૮૨,૮૮૬ થઈ હતી. કોરોનાની અસરને કારણે કંપની ખર્ચ કપાત પર નવેરસથી ફોકસ કરી રહી છે,તેથી કર્મચારીની સંખ્યામાં મોટી અસર થઈ શકે છે.માર્ચ ૨૦૨૦ ક્વાર્ટરમાં કર્મચારી એટ્રીસન રેટ ૧૫.૭ ટકા રહ્યો હતો,જે ઓછામાં ઓછા છેલ્લાં ૨૦ ક્વાર્ટર્સનો સૌથી નીચો દર છે. આ રેટમાં આગામી ક્વાર્ટર્સમાં મોટો વધારો થવાની ધારણા છે.
અગાઉના ૧૨ મહિનાની સરખામણીમાં વાર્ષિક ધોરણે કંપનીનો આવક વૃદ્ધિદર ૨૦૧૯-૨૦ના ચાર ક્વાર્ટર્સમાં બે ટકાથી નીચો રહ્યો છે.આ ગ્રોથ રેટ તેની હરીફ કંપનીઓની સરખામણીમાં સૌથી નીચો છે.હરીફ કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટર સુધી આઠ ટકાથી ઊંચો ગ્રોથ રેટ નોંધાવ્યો હતો.તેથી કોરોના મહામારીથી બિઝનેસમાં નરમાઇની વિપ્રોને વધુ અસર થવાની ધારણા છે તેનાથી વિપ્રોના શેર પણ જોખમ રહી છે.છેલ્લા ત્રણ મહિનામાં વિપ્રોના માર્કેટકેપમાં આશરે ૨૫ ટકા ધોવાણ થયું છે.