– વિલંબિત રિટર્ન ફાઈલ કરનારને રૃ.૧ લાખનો અથવા તો દાનની રકમના ૫ ટકા રકમનો કરાતો દંડ
અમદાવાદ,સોમવાર : ફોરેન કોન્ટ્રીબ્યુશન એન્ડ રેગ્યુલેશન એક્ટ, ૨૦૧૦ હેઠળ નોંધાયેલા ચેરીટેબલ ટ્રસ્ટ માટે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની અને રિપોર્ટ અપલોડ કરવાની તારીખ લંબાવીને ૩૦મી જૂન કરી આપવામાં આવી છે.
વાષક રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ એ ગુનો છે અને ખભઇછ કાયદાની કલમ ૩૭ ની જોગવાઈઓ અનુસાર દંડ લાગુ થાય છે.તેના માટે ર્નિારિત દંડ રૃ. એક લાખ અથવા બિન-સબમિશનના સમયગાળા દરમિયાન પ્રાપ્ત વિદેશી યોગદાનના ૫ ટકા, બેમાંથી જે વધારે હોય તે લાગે છે.આ દંડ ન ભરવો પડે તે માટે રિટર્ન અપલોડ કરવાની તારીખ લંબાવી આપવામાં આવી છે.