નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ છે.જરૂરી વસ્તુઓ જેવી કે દવાઓ,રાશન,શાકભાજી,દૂધ જેવી દુકાનોને છોડીને દરેક પ્રકારની વ્યવસાયિક ગતિવિધિઓ ઠપ છે.આ વચ્ચે એક આઈએએસ ઓફિસરે આશ્યર્ય થાય તેવી સલાહ આપી છે.આઈએએસ મનોજ પરીદાએ કહ્યું કે તેમને એક ડોકટરે સલાહ આપી છે કે ૨ કલાક માટે દારૂની દુકાનો ખોલવામાં આવે.કારણ કે એવું ન થાય કે દારૂની લતના શિકાર લોકો ડ્રગ્સ લેતા થઈ જાય.આઈએએસ મનોજ પરીદા ચંદીગઢમાં કાર્યરત છે.તે ચંડીગઢના પ્રશાસક બીપી બદનોરના પ્રશાસનિક એડવાઈઝર છે.ટ્વીટર પર તેમણે સામાન્ય જમતાને પુછ્યુ છે કે એક ડોકટરે તેમને સલાહ આપી છે કે કયાંક દારૂની લતના શિકાર લોકો ડ્રગ્સ એડિકટ ન બની જાય અને પછી ડિપ્રેશનમાં ન આવી જાય તો આવા લોકો માટે દિવસમાં ૨ કલાક દારૂના ઠેકા ચંદીગઢમાં ખોલવામાં આવે કે નહીં? તમે લોકો પોતાની સલાહ આપો. જણાવી દઈએ કે મનોચિકિત્સકો અને ડોકટરોનું કહેવું છે કે દારૂ ન મળવાના કારણે તેની આદત વાળા લોકોને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.દિલ્હીના ડોકટર વેન્કટ કૃષ્ણે જણાવ્યુ કે જે લોકો રોજ દારૂ પીવે છે તેમને સમસ્યા થઈ શકે છે.જયારે તેમને દારૂ ન મળે તો દ્યણા પ્રકારની સમસ્યા થવા લાગે છે.ડોકટર વેન્કટ કૃષ્ણે કહ્યું કે,આવી સમસ્યાઓના લક્ષણો દારૂના મળવાના બેથી ત્રણ દિવસ બાદ જ જોવા મળે છે.આવા લોકોને ગભરામણ થઈ શકે છે.પરસેવો આવી શકે છે, હૃદયના ધબકારાઓ વધી શકે છે.આવા લોકોની અંદર ગુસ્સો વધી જાય છે અથવા ચિડચિડાયાપણુ થઈ જાય છે.દારૂની લત વાળા દર્દીઓ દારૂ ન મળવા પર એક દમ ચુપ થઈ જાય છે અથવા મારપીટ પણ કરવાનું શરૂ કરી દે છે.તેમણે જણાવ્યું કે જો એવા લક્ષણો કોઈનાં અંદર દેખાય તો તેને નજરઅંદાજ ન કરે પરંતુ તરત ડોકટરની પાસે જાઓ.