અમદાવાદઃ કોરોનાની મહામારીમાં સતત લોકોની પડખે ઉભું રહેનાર અને કોરોનાનાં દર્દીઓની વ્યથા સરકાર- નાગરિકો સુધી પહોંચાડનાર મીડિયાને બદનામ કરવા હવે bjp નેતાઓ લાગી ગયા છે,કોરોનાની સ્થિતીમાં પત્રકારો ફિલ્ડવર્ક કરીને સત્ય જનતા સમક્ષ મુકી રહ્યાં છે,અનેક પત્રકારો કોરોનાનો ભોગ પણ બન્યાં છે,એવા પણ કિસ્સા છે કે પત્રકારોને કારણે અનેક દર્દીઓને મદદ મળી છે,અનેક પરપ્રાંતિય શ્રમિકોને મદદ મળી છે,હવે આ બધી બાબતોની જરા પર કદર કર્યા વગર કોરોનાના ડરથી ઘરોમાં બેઠેલા ભાજપના નેતાઓ મીડિયાને વેચાઉ કહી રહ્યાં છે,વિવાદિત યુવા ભાજપ પ્રમુખ રુત્વીજ પટેલે મીડિયા માટે નિમ્ન કક્ષાનું ટ્વીટ કરીને મીડિયાને વેચાઉં કહ્યું,આ ટ્વીટથી સ્પષ્ટ છે કે ભાજપના નેતાઓ હવે અટલજીના સંસ્કારો ભૂલી રહ્યાં છે.જેનાથી સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી નારાજ થયા,આખરે રૂત્વીજ પટેલે કોલર નીચો કરીને મીડિયાની માફી માંગવી પડી છે,અગાઉ એનએસયુઆઇના નેતાઓ પર હુમલો કરનારી આ ગેંગ હવે મીડિયા સામે પડી છે,સોશિયલ મીડિયા મારફતે તેઓ જે ટીવી ચેનલોને બદનામ કરી રહ્યાં છે,તે જ ચેનલોમાં જવા આ નેતાઓ ઉતાવળા હોય છે.હવે જોવું રહ્યું કે આ લોકો પાછું પોતાનું નાક કપાવીને કયા મોંઢે ટીવી ચેનલોના સ્ટુડિયોમાં નેતાગીરી કરવા અને જનતાને મુર્ખ બનાવવા જાય છે.
બીજી તરફ અમદાવાદની જનતા જેના જવાથી દુખી છે તેવા એએમસીના પૂર્વ કમિશનર વિજય નેહરાને ભાજપના નેતાઓ નિશાન બનાવી રહ્યાં છે, મીડિયાએ સત્ય બતાવ્યું તો આ લોકો મીડિયા અને નેહરાની પાછળ લાગી ગયા.કોરોનાના કેસો અને ધમણ-1 વેન્ટિલેટર મામલે ભાજપના નેતાઓમાં સત્ય બોલવાની હિંમત નથી.ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,ભાજપના ભૂપેન્દ્ર પટેલ,અમદાવાદના ડેપ્યુંટી મેયર દિનેશ મકવાણા સહિત ભાજપ આઇટી સેલ નહેરાને બદનામ કરવામાં પોતાની જીત માને છે.
અમદાવાદની જનતા જેને સારા અધિકારી તરીકે શહેરમાં રાખવા માંગતી હતી તેમની અંગૂઠાછાપ નેતાઓએ બદલી કરી નાખી,પાછા આ લોકો નેહરા પર કોરોનાના ખોટા આંકડાઓ આપવાના આરોપ લગાવી રહ્યાં છે.જ્યારે ખોટો તો આ ભાજપના નેતાઓ છે નેહરાએ સતત અમદાવાદની જનતાને બચાવવા કામ કર્યુ છે અને ઘરોમાં બેસી રહેલા આ નેતાઓ હવે અધિકારીને બદનામ કરી રહ્યાં છે,પરંતુ ખોટી અફવાઓ ફેલાવનારા આ નેતાઓએ સત્ય સ્વીકારવું પડશે કે જનતા બધુ જ જાણે છે.ભાજપ હાઇકમાન્ડે વિચારવાનું છે કે પાર્ટીમાં રહીને પદના પાવરનો ખોટો ઉપયોગ કરનારા અને બેફામ નિવેદનો આપતા નેતાઓ પાર્ટી માટે કેટલા ઉપયોગી છે,કારણ કે રૂત્વીજ પટેલ જેવા નેતાઓના વિવાદો હવે વધી રહ્યાં છે,બાકી નુકસાન ભાજપનું જ છે,મીડિયાને ગાળો આપવાથી તમે મીડિયાનું કંઇ ઉખાડી લેવાના નથી.