ન્યુ દિલ્હી,તા.૨૨
બહુજન સમાજ પાર્ટીએ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં માયાવતીની આગેવાનીમાં થયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે બસપમાં આગામી ચૂંટણી એકલા હાથે લડશે. માનવામાં આવતું હતું કે ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે મળેલી સફળતા પછી બંને એક સાથે ચૂંટણી લડશે. માયાવતીએ નિર્દેશ આપ્યો છે કે પાર્ટીને બુથ સ્તર પર તૈયાર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે બસપાએ લોકસભા ચૂંટણીમાં ૧૦ સીટો મેળવી હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં બસપાના સંગઠનાત્મક ઢાંચામાં મહત્વના ફેરફાર કરવામાં આવી શકે છે. શનિવારે થયેલી બેઠકમાં બસપાએ આ વર્ષે યોજાનાર બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે માયાવતી માટે સૌથી મોટો પડકાર તે પાર્ટીમાં પડી રહેલા ભાગલાં છે. છેલ્લા કેટલાક મહિનામાં બસપામાં સૌથી વધારે નેતાઓના ભાગલાં જોવા મળ્યા છે. બસપાના કેટલાક નેતા સપા તરફ જઈ રહ્યા છે તો કેટલાક બીજેપીમાં જઈ રહ્યા છે.
૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં બસપાએ ૪૦૩ સીટો પર ચૂંટણી લડી હતી અને ૧૯ સીટો પર જીત મેળવી હતી. બસપાના વોટ શેરમાં ૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભાજપાએ ૩૧૨ સીટો જીતીને પોતોના વનવાસ ખતમ કર્યો હતો. સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ૨૯૮ સીટો પર ચૂંટણી લડી હતી. જેમાં સપાને ૪૭ સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસે ૧૦૫ સીટો પર ચૂંટણી લડી હતી અને ૭ સીટો જીતી હતી.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું : બસપાની જાહેરાત
Leave a Comment