[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Politics

ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો

રાજ્યસભાની 15 બેઠકોની ચૂંટણીના પરિણામો હવે જાહેર થઈ ગયા છે,જ્યાં એક તરફ હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવારની જીતથી કોંગ્રેસની સરકાર અલ્પમતમાં હોવાના સંકેત મળ્યા છે,જ્યારે ભાજપે ઉત્તર પ્રદેશમાં પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સૌથી મોટો ખેલા થયો છે.યુપીમાં ભાજપના તમામ 8 ઉમેદવારોની જીત થઈ છે.જ્યારે સપાના ત્રીજા ઉમેદવારને પોતાની જ કેમ્પના ધારાસભ્યોએ મોટો ઝટકો આપ્યો છે. સપાના ઉમેદવાર જયા બચ્ચનને સૌથી વધુ મત મળ્યા યુપીમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે.ભાજપે આઠ બેઠકો જીતી છે,જ્યારે સપાએ બે બેઠકો જીતી છે.સપાના ઉમેદવાર જયા બચ્ચનને સૌથી વધુ મત મળ્યા હતા.ભાજપને ક્રોસ વોટિંગનો સ્પષ્ટ ફાયદો મળ્યો હતો અને તેના
Read more

કેરળમાં કોંગ્રેસ યુડીએફ સાથે મળીને ચૂંટણી લડશે

– કોંગ્રેસ આ વખતે દેશના લગભગ તમામ રાજ્યોમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે – સીપીઆઈ કેરળમાં કોંગ્રેસને આકરો પડકાર આપ્યો છે લોકસભા ચૂંટણી 2024 માટે કેરળમાં કોંગ્રેસ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) વચ્ચે બેઠકોની વહેંચણી કરવામાં આવી છે.કોંગ્રેસ આ વખતે દેશના લગભગ તમામ રાજ્યોમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે ત્યારે હવે કેરળમાં પણ બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે.ટૂંક સમયમાં પાર્ટી તેના લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરશે. કોંગ્રેસ કેરળમાં 16 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે કોંગ્રેસ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સાથે ગઠબંધન કરીને કેરળમાં ચૂંટણી લડશે.બંને વચ્ચે સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ છે. કોંગ્રેસ કેરળમાં 20માંથી 16 બેઠકો
Read more

હિમાચલમાં કોંગ્રેસના વળતા પાણી ! રાજ્યસભા ચુંટણી ન જીતવાના આ છે પ્રમુખ કારણો…..

હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુક્ખુની સરકારને આવ્યા માત્ર 14 મહિના જ થયા છે,ને સરકાર પર પડી ભાંગવાને આરે છે.હવે સીએમ સુક્ખુ તેમની ખુરશી પર ટકી રહેશે કે નહીં તે સવાલ આવીને ઊભો થયો છે.જો કે, આ અસંતોષનો બળાપો હિમાચલ પ્રદેશમાં આજે નથી ફૂટ્યો,પરંતુ ચૂંટણી જીત્યા બાદ રાજ્યમાં સરકાર બનાવવાનો વારો આવ્યો ત્યારે.પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના અવસાન બાદ જ્યારે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિમાં આવી ત્યારે આ તક પાર્ટી માટે ઘણી સમસ્યાઓ લઈને આવી.પુર્વ સીએમના અવસાન બાદ તેમની પત્ની પ્રતિભા સિંહ દાવેદારાની રેસમાં આગળ હતા. પૂર્વ સીએમની પત્ની પ્રતિભા સિંહ સીએમની રેસમાં આગળ હતા પ્રતિભા સિંહ શિમલા જિલ્લાના છે,જ્યાં કોંગ્રેસ વિધાનસભા
Read more

કોંગ્રેસના પ.બંગાળ અને આસામમાં કદાવર નેતાઓએ કોંગ્રસનો પંજો છોડ્યો : સંભવત ભાજપમાં જોડાશે !

– પ.બંગાળમાંથી કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું – આસામમાં કદાવર નેતા રાણા ગોસ્વામીએ આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામાની જાહેરાત કરી જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ માટે મુશ્કેલીઓનો ખડકલો સર્જાતો જઇ રહ્યો છે.તાજેતરના એક અહેવાલ અનુસાર પ.બંગાળ અને આસામમાંથી કદાવર નેતાઓ પાર્ટીનો સાથ છોડી ગયાના અહેવાલ છે.માહિતી અનુસાર પ.બંગાળમાંથી કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.તેમણે એક્સ પર પોસ્ટ કરીને આ મામલે માહિતી આપી હતી.જ્યારે આસામમાં કદાવર નેતા રાણા ગોસ્વામીએ આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામાની જાહેરાત કરી દીધી
Read more

ભાજપ નિષ્ફળતાઓ છુપાવવા દેશમાં કોમી રમખાણો કરાવી શકે છે : ઉદ્ધવ ઠાકરે

– સત્યપાલ મલિક અને સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનનો સંદર્ભ આપી ઉદ્ધવે મૂક્યો મોટો આરોપ – ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – જય શ્રી રામ બોલવાથી તમે હિન્દુ નથી બની જતા, હિંદુઓ માટે નોકરી ક્યાં છે? શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસો સામે લોકોને ચેતવણી આપી અને દલીલ કરી કે ભાજપ પોતાની સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે કંઈ પણ કરી શકે છે. સત્યપાલ મલિકના નિવેદનનો હવાલો આપ્યો અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના હિંગોલીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હું એમ નથી કહી રહ્યો,પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર
Read more

ગુજરાતમાં ભાજપની બાદશાહત પણ આ પરિણામોએ વધાર્યું ટેન્શન !

ગુજરાતમાં ભાજપે ફરી એકવાર 18 નગરપાલિકા અને એક મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણીમાં જીત મેળવી છે અને પોતાની બાદશાહત સાબિત કરી દીધી છે પણ આ પરિણામો ભાજપ માટે એલર્ટ પણ છે.પ્રતિષ્ઠિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સીટ ભાજપે જીતી હતી અને આમ આદમી પાર્ટીની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.18 નગરપાલિકાની 29 બેઠકો અને મહાનગરપાલિકાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી.આમાં ભાજપે કુલ 30માંથી 21 બેઠકો જીતી છે.આ ચૂંટણીઓમાં કોંગ્રેસને 8 બેઠકો મળી છે,જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી શકી નથી.આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખૂલ્યું નથી.ચૂંટણી
Read more

ભાજપે રાષ્ટ્રીય પદાધિકારીઓના નામ કર્યાં જાહેર, જાણો નવી ટીમમાં કોને કોને સામેલ કરાયા ?

ભાજપ જોરશોરથી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ કરી રહી છે.ચૂંટણીને લઈનેપાર્ટીમાં અનેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે.બીજેપી રાષ્ટ્રીય જેપી નડ્ડાએ વધુ એક મોટો ફેરફાર કરતા નવા હોદ્દેદારોની જાહેરાત કરી છે.જેમાં પંજાબના તરુણ ચુગને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે.તે જ સમયે, પંજાબમાંથી જ નરેન્દ્ર સિંહ રૈનાને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. લોકસભા 2024 પહેલા ભાજપે નવી ટીમ જાહેર કરી ભાજપના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની જાહેરાત કરી છે.જેમાં સંજય બાંડી અને અનિલ એન્ટોની સહિત ઘણાને જવાબદારી મળી છે.લોકસભા 2024 પહેલા ભાજપે નવી ટીમ જાહેર કરી છે.જેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ રાષ્ટ્રીય મહામંત્રીની જાહેરાત કરવામા આવી છે. તેમજ 13 રાષ્ટ્રીય સાચીવોની પણ નવી નિમણૂક
Read more

કોણ હશે PM પદનો ચહેરો? કેવી રીતે લખાઇ વિપક્ષી એકતાની સ્ક્રિપ્ટ : 26 પક્ષોની એકસાથે આવવાની શું છે સ્ટોરી

340 દિવસ સુધી ચાલેલી લાંબી કવાયત બાદ આખરે વિપક્ષી એકતા આકાર લેવા લાગી છે.બેંગલુરુમાં કોંગ્રેસ સહિત 26 પક્ષોની બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેમણે ગઠબંધનનું નામ આપ્યું છે.હવે આ મોરચો ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એલાયન્સ (INDIA) તરીકે ઓળખાશે.ખડગેએ કહ્યું કે ગઠબંધનનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.અમે 11 સભ્યોની એક સમિતિ બનાવીશું,જે સંકલનનું કામ કરશે.સમિતિમાં એક અધ્યક્ષ,એક કન્વીનર અને 9 સભ્યો હશે.નોંધપાત્ર રીતે કોંગ્રેસ ગઠબંધનની આગેવાની હેઠળનું ગઠબંધન અગાઉ યુનાઇટેડ પ્રોગ્રેસિવ ફ્રન્ટ (યુપીએ) તરીકે ઓળખાતું હતું.આ ગઠબંધન ડૉ.મનમોહન સિંહના નેતૃત્વમાં 10 વર્ષ સુધી શાસન કરે છે.ખડગેના જણાવ્યા અનુસાર સંકલન સમિતિ સરકાર વિરુદ્ધ આંદોલનની રણનીતિ તૈયાર કરશે.આ સમિતિ ટિકિટ વિતરણમાં પણ
Read more

ચિરાગ પાસવાન NDAમાં સામેલ, અમિતભાઈ શાહ સાથે મુલાકાત બાદ નિર્ણય

NDAની બેઠકના એક દિવસ પહેલા સોમવારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન NDAમાં જોડાયા હતા.ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.નડ્ડાએ એક ટ્વિટમાં કહ્યું, દિલ્હીમાં શ્રી ચિરાગ પાસવાનને મળ્યા.તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.હું NDA પરિવારમાં તેમનું સ્વાગત કરું છું.નોંધપાત્ર રીતે, પાસવાન દિવસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને ત્યારે જ એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ટૂંક સમયમાં શાસક ગઠબંધનમાં જોડાઈ શકે છે.શાહને મળ્યા બાદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને કહ્યું કે, આજે નવી દિલ્હીમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે ગઠબંધનના મુદ્દાઓ પર
Read more

વિપક્ષ Vs NDA : બેંગલુરુમાં 26 વિપક્ષી દળો અને દિલ્હીમાં NDAના 38 પક્ષોની બેઠક, બતાવશે પોતપોતાની તાકત

દેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ આડે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે.આવી સ્થિતિમાં તમામ મુખ્ય પાર્ટીઓએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે.પટના બેઠક બાદ આ વખતે વિપક્ષી દળો બેંગલુરુમાં એકઠા થયા છે.સોમવારે (17 જુલાઇ) વિપક્ષી નેતાઓએ રાત્રિભોજન સાથે ચૂંટણી અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.હવે મંગળવાર (18 જુલાઈ) મહત્વનો દિવસ બનવા જઈ રહ્યો છે.કારણ કે આ દિવસે વિપક્ષની ઔપચારિક બેઠક છે અને દિલ્હીમાં NDAની બેઠક પણ બોલાવવામાં આવી છે. વિરોધ પક્ષમાં આટલા પક્ષો છે સામેલઃ કોંગ્રેસની અધ્યક્ષતામાં વિરોધ પક્ષોની બીજી બેઠક યોજાઈ રહી છે.સોમવારના ડિનરમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી,કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,રાહુલ ગાંધી,ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી,બિહારના મુખ્યમંત્રી અને
Read more
1 2 3 214

Most Read