વડોદરા મહાનગરપાલિકા વાઘોડીયાના ભાજપના ધારાસભ્ય પર મહેરબાન થઇ છે. પાલિકા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને તેની પ્રોપર્ટી બે દિવસ મફતમાં વાપરવા માટે આપશે. જો જનતા એક દિવસ માટે પાલિકાનો કોઈ પણ હોલ કે, મેદાન ભાડે રાખવા માટે જાય તો તેમની પાસેથી એડવાન્સ ભાડું લેવામાં આવે છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવી છે. જે હોલનું એક દિવસનું ભાડું જનતાની પાસેથી 40 હજાર રૂપિયા વસુલવામાં આવે છે, તે હોલ બે દિવસ માટે ધારાસભ્યને મફતમાં વાપરવા આપી રહી છે. મહત્ત્વની વાત એ છે કે, ધારાસભ્ય પ્રજાલક્ષી કામ માટે નહીં પણ પોતાના અંગત હિત માટે આ હોલનો ઉપયોગ કરવાના છે.
રિપોર્ટ અનુસાર વડોદરામાં આવેલા પંડિત દિનદયાલ હોલમાં તારીખ 8 અને 9 માર્ચના રોજ મધુ શ્રીવાસ્તવ નાટકનું રીહર્ષલ અને શો કરવાના હોવાથી તેમના દ્વારા ફ્રીમાં હોલ આપવા માટેની અરજી સ્ટેન્ડીગ કમિટીમાં રજુ કરવામાં આવી હતી. મધુ શ્રીવાસ્તવની આ અરજીને સ્ટેન્ડીગ કમિટીમાં સર્વાંનું માટે મંજૂર કરવામાં આવી છે. એટલે હવે એક દિવસના 40 રૂપિયામાં ભાડે મળતો હોલ ધારાસભ્યને બે દિવસ ફ્રીમાં વાપરવા મળશે.
આ બાબતે સ્ટેન્ડીગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે, ગુજરાતી ચલચિત્રો અને કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે આગાઉ પણ ધારસભ્યએ બે ફિલ્મો બનાવી હતી અને વડોદરામાં પ્રથમ આવો કાર્યક્રમ થઇ રહ્યો છે. એટલે જ્યારે આ હોલ બાબતે સ્ટેન્ડીગ કમિટીના દરખાસ્ત આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે. આગાઉ પણ ધાર્મિક કાર્યક્રમો માટે કોર્પોરેશનના હોલ માંગવામાં આવ્યા છે તો તે ફ્રીમાં આપવામાં આવ્યા છે. એટલે આ હોલને ગુજરાતને અને ચલચિત્રના કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે ભાડે આપવામાં આવ્યો છે.