અમદાવાદ,તા.૨૩
કેશવનગર પાસે જેપીની ચાલી પાછળ રિવરફ્રન્ટમાં બાથરૂમમાં નાહવા ગયેલી યુવતીનો પાડોશી યુવકે વિડીયો ઉતાર્યો હોવાની ઘટના બની છે. યુવકે ઉપરથી અડધા ખુલ્લા બાથરૂમમાં ઉપરના ભાગે મોબાઈલ મૂકી દીધો હતો. યુવતીને જાણ થઈ જતા યુવકે મોબાઈલ લઈ લીધો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી છે.
જેપીની ચાલીમાં રહેતી ૩૦ વર્ષની યુવતી સવારના સમયે રિવરફ્રન્ટ તરફ બનાવેલા ઉપરથી અડધા ખુલ્લા બાથરૂમમાં નાહવા ગઈ હતી. દરમ્યાનમાં તેની નજર ઉપર રાખેલા મોબાઈલ ફોન પર પડી હતી. જેથી યુવતીએ બહાર આવી મોબાઈલ લેવા ગઈ ત્યારે પાડોશમાં રહેતા એક યુવકે આ મોબાઈલ લઈ લીધો હતો. તેને પૂછતાં આ મોબાઈલ તેનો જ હોવાનું કહ્યું હતું. મોબાઈલમાં જોતા ૪૬ સેકન્ડનો યુવતીનો નાહતા સમયનો વિડીયો ઉતારેલો હતો. જેથી આ બાબતે પોલીસને જાણ કરતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ આવી પહોંચી હતી અને આરોપી યુવકની ધરપકડ કરી હતી.
નાહવા ગયેલી યુવતીનો વીડિયો ઉતારનાર યુવકની ધરપકડ
Leave a Comment